Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લા કોંગ્રેસે વાપીમાં પત્રકાર પરિષદ યોજી કોવિડ અને પ્રદૂષણ મુદ્દે કરેલી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી (ચલા), તા.22
કોરોના મહામારીને લઈ અનેક લોકોએ પોતાના સ્‍વજનો ગુમાવ્‍યા છે તો બીજી તરફ ધંધો-રોજગાર પણ પડી ભાંગ્‍યો છે. કોવિડ-19 થી બચવા માટે રસીકરણ પણ અપાઈ રહી છે. નોંધનીય છે કે, કોવિડ-19 ની પ્રથમ-દ્વિતિય લહેર આવી ચૂકી છે. કોરોના કેસ અને મોતના આંકડાઓમાં અનેકવિધ ભેદો આવી રહ્યા છે. સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડાઓ છૂપાવી રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાપીમાં પત્રકારપરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોરોનાથી મૃત્‍યુ પામેલા લોકોને વળતર ચૂકવવા માટે થયેલી અરજી પર સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્‍યુથી વધુ અરજી આવી છે. કોવિડ ટેસ્‍ટ કરાવ્‍યા વગર મૃત્‍યુ પામ્‍યા તેનું શું? આંકડા છૂપાવવાને કારણે હજારો નિરાધાર બનેલા લોકો કલ્‍યાણ લાભથી વંચિત રહેશે તેનું શું? વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, પત્રકાર પરિષદ કોવિડ સંદર્ભે કરવામાં આવી હતી જો કે, સમિતિ દ્વારા આ કોવિડના મુદ્દે ચર્ચા બાદ તરત જ વાપીમાં થઈ રહેલા પ્રદૂષણનો મુદ્દો ઉંચકયો હતો. વાપીમાં થઈ રહેલ પ્રદૂષણ મુદ્દે ચર્ચા કરાઈ હતી. વાપીમાં હવા-પાણી પ્રદૂષિત બન્‍યા છે. પ્રદૂષણ નિયંત્રણ માટે યોગ્‍ય પગલા ભરવામાં આવે તે જરૂરી છે.
આ ઉપરાંત કોરોનાથી બચવા માટે વલસાડ જિલ્લામાં રાત્રી કર્ફયુ લગાવવામાં આવ્‍યું છે. આ મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. કર્ફયુમાં સૌ કોઈએ સહકાર આપવો જોઈએ. સરકારનું આ પગલું સરાહનીય છે. તો બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાત્રિ કર્ફયુ માત્ર દેખાડો છે જેવા આક્ષેપ કરાયા હતાં. જો કર્ફયુ કરતા કોવિડ ટેસ્‍ટના સેન્‍ટરોમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. કોવિડ ટેસ્‍ટ માટે આવનારાઓને લાંબી લાઈનોમાં ઉભા નરહેવાનું અને દરેક સેન્‍ટરો પરથી કોવિડ ટેસ્‍ટના પરિણામો તરત જ મળી શકે. આ પત્રકાર પરિષદમાં ભોલાભાઈ, નિમેષભાઈ સહિતનાઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને કોવિડ અને પ્રદુષણના મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ હતી.

Related posts

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

વાપી શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં એન્‍યુઅલ સ્‍પોર્ટ્‍સ ડેની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

વાપીમાં પ્રખર આંબેડકર વાદી સ્‍વ. ભીમરાવ કટકે ની શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભા યોજાઈ

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની ખેલાડી બેહેનોની ફૂટબોલ સ્‍પર્ધા માટે રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah

Leave a Comment