July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતપારડીવલસાડવાપી

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં રક્‍તદાતાઓ રક્‍તદાન કર્યું: સમિતિનો 11મો રક્‍તદાન કેમ્‍પ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13
વાપી વિસ્‍તારમાં સમાજસેવી સંસ્‍થા અને મંડળો દ્વારા રક્‍તદાન જેવી માનવતા ભરી કામગીરીઓ અવિરત ચાલતી રહે છે તે અંતર્ગત આજે રવિવારે રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ખાતે વાપી શ્રી સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાપી રોટરી રિવરસાઈડ, ન્‍યુ કેમ બ્‍લડ બેન્‍કના સહયોગથી વાપી સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા આજે રાજસ્‍થાન ભવનમાં રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે 9 થી સાંજના 5 કલાક સુધી યોજાયેલ કેમ્‍પમાં રક્‍તદાતાઓએ ઉત્‍સાહભેર રક્‍તદાન કર્યું હતું. સમિતિના કાર્યકર રાજુભાઈ પંચાલ, નારાયણ પંચાલ, રમેશભાઈ પંચાલ, દિપકભાઈ પંચાલ સહિત રાજસ્‍થાન ભવનના ટ્રસ્‍ટી બી.કે. દાયમા સહિતના અગ્રણીઓએ સરાહનીય સેવા ફરજ બજાવીને રક્‍તદાન કેમ્‍પ સફળ બનાવ્‍યો હતો.

Related posts

ખાતાકીય તપાસમાં કેસ પતાવટ માટે રૂા.10 હજારની લાંચ લેતા વલસાડ એસ.ટી.નિયામક એસીબીના છટકામાં ઝડપાયો

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

Leave a Comment