Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

ભીષણ આગ જનરેટર કોચમાં લાગી હતી : ચાર કોચ આગની લપેટમાં આવ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ સ્‍ટેશન નજીક મોગરાવાડી અંડરપાસ પાસે વલસાડથી સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફિલ્‍મ બર્નિંગ ટ્રેન જેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. આગ એટલી ભિષણ હતી કે ચાર કોચ આગની જ્‍વાળાઓમાં લપેટમાં આવી ગયા હતા.
વલસાડ જિલ્લામાં ટ્રેનમાં આગ લાગ્‍યાનો આ પ્રથમ બનાવ બન્‍યો હતો. હમસફર ટ્રેન વલસાડથી સુરત જવા રવાના થઈ કે તુરંત જ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેનના જનરેટર કોચમાં સ્‍પાર્કિંગથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જો કે સદનસીબે તમામ કોચમાંથી યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ચાર થી છ કલાક ફાયર ટીમની જહેમત બાદ આગ કાબુ કરી લેવાઈ હતી. આગની દુર્ઘટના બાદ રેલવે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગઈકાલે રેલવેની એફ.એસ.એલ. ટીમ વલસાડ આવી પહોંચી હતી અને તમામ નમુના એકત્ર કરી ટેકનિકલ તપાસ આરંભી હતી. સંપૂર્ણ તપાસ બાદ આગના સાચા તથ્‍યો બહાર આવશે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

vartmanpravah

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment