October 17, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ પોલીસે રૂા. 32 હજારના દારૂ-બિયરના જથ્‍થા સાથે ચાર આરોપીઓની કરેલી અટક : એક કાર બરામદ

45 બોટલ રોયલ ચેલેંજ વ્‍હીસ્‍કી, 329 નીપ ક્રિમ્‍પી સ્‍પેશ્‍યલ વ્‍હીસ્‍કી તથા 47 બીરા સ્‍ટ્રોંગ બિયરના ટીનના જથ્‍થાનો સમાવેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.15
દીવના એસ.પી. શ્રી અનુજ કુમારના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ ફુદમ નજીકથી પોલીસે રૂા.32 હજારના દારૂ-બિયરના જથ્‍થા અને એક કાર સાથે ચાર આરોપીઓની ધરપકડ કરતા હવે દીવ પોલીસે દારૂની હેરાફેરી ઉપર રોક લગાવવા કમરકસી હોવાનું દેખાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલ રાત્રિના લગભગ 11.ર0 કલાકે દીવ ફૂદમના ફોફરાખાતે રામ વિજયની ફેક્‍ટરી પાસે એક પાર્ક કરેલી કારમાં 45 બોટલ રોયલ ચેલેંજ વ્‍હિસ્‍કી, 329 નીપ (કવોટર),ક્રિમ્‍પી સ્‍પેશ્‍યલ વ્‍હીસ્‍કી અને 47 બીરા સ્‍ટ્રોંગ બિયરના ટીન મળી કુલ રૂા.32 હજારના જથ્‍થા સાથે એક કાર અને ચાર આરોપીઓની અટક કરવા દીવ પોલીસને સફળતા મળી હતી.
અટકમાં લેવાયેલા આરોપીઓ પૈકી ગુજરાતના સોમનાથ ખાતે દેલવાડામાં રહેતા બુટલેગર સંજયભાઈ લાલજીભાઈ મકવાણાએ પોતાના સાગરીતો (1) વિમલભાઈ શિવાભાઈ રાઠોડ (ઉ.વ.19) (રહે, દેલવાડા-ઉના), (ર) પ્રકાશભાઈ ચિતલભાઈ શિયાળા (ઉ.વ.18) (રહે.અંજાર ઝાંપા-દેલવાડા) અને કલ્‍પેશભાઈ સવજીભાઈ શિયાળા (ઉ.વ. ર1) (રહે. દરજીસ્‍ટ્રીટ દેલવાડા) અને (4) મુખ્‍ય સુત્રધાર સંજયભાઈ લાલજીભાઈ મકવાણા (ઉ.વ.34) (રહે. દેલવાડા)ની અટક કરવા દીવ પોલીસ સફળ રહી છે.

Related posts

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

વાપી ભડકમોરા રોડ ઉપર જીપ ચાલકે અન્‍ય વાહનોને ટક્કર મારતા અકસ્‍માત : બે ઘાયલ

vartmanpravah

વાપીના કરાયા ગામમાં ખેડૂત સેવા કેન્દ્રનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

લક્ષદ્વીપના ઓલરાઉન્‍ડ વિકાસથી કેન્‍દ્રિય વિજળી અને આવાસ તથા શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર પ્રભાવિત

vartmanpravah

Leave a Comment