January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના કરાયા ગામમાં ખેડૂત સેવા કેન્દ્રનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ

ખેડૂતોને ઉત્પાદનની સારી કિંમત, સારી ગુણવત્તાના બિયારણ,
તકનીકી સહાય, તાલીમ અને કૃષિ વિસ્તરણ સહાય મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.29: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરાયા ગામ ખાતે વાપી કળષિ વિકાસ ખેડૂત ઉત્‍પાદક કંપની લિ.ના ખેડૂત સેવા કેન્‍દ્રનો કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે પ્રારંભ કરાયો છે.
ખેડૂત સેવા કેન્‍દ્રની રચના કેન્‍દ્ર સરકારની યોજનાઓના સમર્થન હેઠળ કરવામાં આવી છે. જે ખાસ કરીને 10 હજાર ખેડૂત ઉત્‍પાદક સંગઠનને સમર્પિત છે અને 3 વર્ષની મુદત માટે સરકારની સહાયતા સાથે દેશમાં રચવામાં આવશે. એક અમલીકરણ એજન્‍સી તરીકે કાર્યરત કળષિ વિકાસ ગ્રામીણ શિક્ષણ સંસ્‍થા આ પ્રોજેક્‍ટ હેઠળ ઉત્‍પાદન માર્કેટિંગ, ક્ષેત્રીય સ્‍તરે કળષિ વિસ્‍તરણ અને ખેડૂતોની તાલીમ માટે જરૂરી સહાય પૂરી પાડે છે.
આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાખેતીવાડી અધિકારી અરૂણ ગરાસિયા, નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક ગૌરવ કુમાર, અને કળષિ વિકાસ પ્રોજેક્‍ટ સંયોજક રોહિત ધોળી હાજર રહી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી. વધુમાં વધુ ખેડૂતોને કંપનીનો ભાગ બનવા અને યોજનાઓનો લાભ લેવા જણાવ્‍યું હતું. શેરહોલ્‍ડર તરીકે આ કંપનીનો ભાગ બની ખેડૂતોને ઉત્‍પાદનની સારી કિંમત, સારી ગુણવત્તાના બિયારણ, તકનીકી સહાય, તાલીમ અને કળષિ વિસ્‍તરણ સહાય મળશે. લાંબા ગાળે મૂલ્‍યવર્ધન અને પ્રક્રિયા માટે વિવિધ યોજનાઓનો લાભ પણ લઈ શકશે.

Related posts

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 66 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

નરોલી પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા ‘એક તારીખ, એક કલાક’, વલસાડ જિલ્લામાં 1લી ઓક્‍ટોબરે મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે

vartmanpravah

Leave a Comment