(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30
વાપી સેલવાસ રોડ ભડકમોરા પાસે એક જીપ ચાલકે બે વાહનોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જીપ ચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. અકસ્માતમાં બે ઈસમ ઘાયલ થયા હતા.
વાપી ભડકમોરા રોડ ઉપર સુપર સ્ટોર્સની સામે ગતરોજ એક જીપ નં.જીજે 15 જી 6599ના ચાલકે એક ડમ્પર અને કાર સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. બાદમાં ચાલક ભાગી છૂટયો હતો. અકસ્માતમાં ડમ્પર ચાલકના ક્લીનર અને ચાલક ઘાયલ થયા હતા. અકસ્માત અંગે હિતેશ ભંવરલાલ પુરોહીત ભવાની આંગડીયા ટ્રાન્સપોર્ટએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.