કેન્દ્રિય મંત્રી મનોહર લાલ ખટ્ટરે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં લક્ષદ્વીપ ખાતે ઊર્જા અને શહેરી વિકાસ પરિયોજનાઓના સંદર્ભમાં આયોજીત સમીક્ષા બેઠકમાં પણ રજૂ કરેલા પોતાના વિચારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના બે દિવસીય પ્રવાસ ઉપર આવેલ ભારત સરકારના વિજળી અને આવાસ તથાશહેરી વિકાસના કેન્દ્રિય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરનું આજે કવરત્તી ખાતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભવ્ય સ્વાગત કર્યું હતું.
આજે કેન્દ્રિય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં લક્ષદ્વીપમાં ચાલી રહેલ ઊર્જા અને શહેરી વિકાસ પરિયોજનાઓના સંદર્ભમાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરી વિકાસ અને ઊર્જા મામલે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના થઈ રહેલા ઓલરાઉન્ડ વિકાસથી કેન્દ્રિય મંત્રીશ્રીએ પ્રસન્નતા અને સંતુષ્ટિ પણ વ્યક્ત કરી હતી.