Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

  • પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી વિવેક દાઢકર અને પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલની રહેલી ઉપસ્‍થિતિ

  • દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલની પહેલથી ગયા વર્ષે શરૂ થઈ હતી ડીપીએલ ટૂર્નામેન્‍ટ

  • પ્રદેશ ભાજપ મંત્રી જિજ્ઞેશભાઈ પટેલ અને દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે ટૂર્નામેન્‍ટને યાદગાર બનાવવા કરેલી સરાહનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ડાભેલ ખાતે દમણ પ્રિમીયર લીગ(ડીપીએલ)ની ફાઈનલ મેચનો મુકાબલો જે.ડી. કિંગ્‍સ અને ફેન્‍સી ઈલેવન કચીગામ વચ્‍ચે જામ્‍યો હતો. રોમાંચક મેચમાં જે.ડી.કિંગ્‍સ ફાઈનલ વિજેતા બનીહતી.
ડીપીએલમાં વિજેતા ટીમ માટે રૂા. 1 લાખ પ1 હજાર અને રનર્સ અપ ટીમને રૂા. 75 હજારનું ઈનામ અને ટ્રોફી રાખવામાં આવી હતી. તદૂઉપરાંત હેટ્રીક, સિક્‍સર, બાઉન્‍ડ્રી વગેરે માટે પણ પુરસ્‍કારો જાહેર કરાયા હતા.
આ મેચનું સીધુ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર પણ કરાયું હતું. જેમાં લગભગ ર લાખ ર0 હજાર જેટલા દર્શકોએ નિહાળ્‍યું પણ હતું.
આજે સંઘપ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ ખાસ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. ડીપીએલનું આયોજન ગયા વર્ષે પૂર્વ સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલની હયાતીમાં કરાયું હતું. આ વર્ષે ડીપીએલ-ર સિઝનનો પ્રારંભ પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના જન્‍મ દિવસ 10મી માર્ચના રોજથી કરાયો હતો.
આજની મેચ નિહાળવા માટે સોમનાથ-એ વિભાગના જિ.પં.સભ્‍ય શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ, સોમનાથ-બીના જિ.પં.સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ સહિત સરપંચો અને જિ.પં.ના સભ્‍યો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
ડીપીએલના આયોજક તરીકે પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જિજ્ઞેશભાઈ ડી.પટેલ, ઘેલવાડના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ સહિતની મુખ્‍ય ભૂમિકા રહી હતી.

Related posts

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આહ્‌વાન કર્યું

vartmanpravah

પારડી સ્‍થિત એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ બોટની વિષયના વિદ્યાર્થીઓ માટે અગ્રિકલચર એક્‍સપેરિમેન્‍ટલ સેન્‍ટરની મુલાકાતનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

vartmanpravah

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

Leave a Comment