Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

ચાર દિવસીય તાલીમમાં એફ.સી.એલ.ની ટીમે બાળકોની આગામી દશા અને દિશા શીખવાની ક્ષમતા, શીખવાના અવસર, બાળકોને સાંભળવું અને એમને સમજાવવું, બાળકો સાથે બાળક બની રમવું અને એમને સ્‍વતંત્ર રૂપે રમવાનો અવસર પ્રદાન કરવા જેવા મહત્‍વપૂર્ણ ક્ષેત્રોમાં તાલીમના માધ્‍યમથી માર્ગદર્શકો સુધી પોતાની વાતને સમજવાનો કરેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : ‘સમગ્ર શિક્ષા’ના સામર્થ્‍ય કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ‘પરિપોષણ દેખભાળ માટે નેતૃત્‍વ’ વિષય ઉપર આધારિતપૂર્વ પ્રાથમિક શિક્ષકો માટેની માર્ગદર્શક ચાર દિવસીય કાર્યશાળાનું આજે સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે સમાપન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુબજ સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલના નેતૃત્‍વમાં ફાઉન્‍ડેશન ઓફ કમ્‍યુનિટી લર્નિંગ એનજીઓના સહયોગથી પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કાર્યશાળાનો શુભારંભ 07 ઓગસ્‍ટના રોજ આરંભ કરવામાં આવ્‍યો હતો. જેનો શુભારંભ શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલના ઉદ્‌બોધનથી આરંભ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લા દ્વારા માર્ગદર્શક ઈસીસીઈ રિસોર્સ પરસન અને બી.આર.સી. સમન્‍વયકોને સંબોધિત કરવામાં આવ્‍યા હતા. ચારથી છ વર્ષના નાના બાળકોની સમજને વિકસિત કરવા માટે ચાર દિવસીય આ કાર્યશાળાનું પ્રમુખ લક્ષ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષકોને પ્રશિક્ષણ અને ક્ષમતા નિર્માણ માટે સુદૃઢ માર્ગદર્શક તરીકે તૈયાર કરવાનો હતો. જેથી પૂર્વ પ્રાથમિક શિક્ષકો પોતાના માર્ગદર્શનથી બાળકોની સૌથી સંવેદનશીલ ઉંમરમાં સુદૃઢ મસ્‍તિષ્‍કનું નિર્માણ કરી પ્રેરિત કરી શકે.
આ અવસરે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્‍વને સ્‍પષ્ટ કરતા એફ.સી.એલ.ની ટીમે બાળકોની આગામી દશા અને દિશા શીખવાની ક્ષમતા, શીખવાના અવસર, બાળકોને સાંભળવું અને એમને સમજાવવું, બાળકો સાથે બાળક બની રમવુંઅને એમને સ્‍વતંત્ર રૂપે રમવાનો અવસર પ્રદાન કરવા જેવા મહત્‍વપૂર્ણ ક્ષેત્રોમાં તાલીમના માધ્‍યમથી માર્ગદર્શકો સુધી પોતાની વાતને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ ચાર દિવસીય કાર્યશાળામા કુલ 31 માર્ગદર્શક તૈયાર કરવામાં આવ્‍યા છે જેઓ આગલા એક મહિના સુધી પૂર્વ પ્રાથમિક કક્ષાએ જઈ બાળકો સાથે કાર્યશાળામાં શીખેલ અનુભવોના આધારે કાર્ય કરશે. જેમાં તેઓ બાળકોનું સ્‍વાગત, મુક્‍ત રમતગમત, પ્રાર્થના અને બાળગીત જેવા બિંદુઓનો વિશેષ રૂપે સમાવેશ થાય છે.
કાર્યશાળાના સમાપન સત્રમાં એફ.સી.એલ.ના નિર્દેશક શ્રી ચિતરંજન દ્વારા દરેક માર્ગદર્શકોને બાળકોની દુનિયા અંગે ઉદ્‌બોધન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દાનહ જિ.પં.ના સીઈઓ ડો. અપૂર્વ શર્મા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારી દ્વારા પણ દરેક તાલીમાર્થી માર્ગદર્શકોને સંબોધિત કર્યા હતા. એમના સંબોધનમાં બાળકોને લાડ દુલાર, પ્રેમભાવ, અપનાપન અને એક માઁની મમતા અને કરુણાભાવથી સ્‍પષ્ટ કરવામાં આવ્‍યા હતા. તાલીમાર્થી માર્ગદર્શકો દ્વારા પૂર્વ પ્રાથમિક કક્ષામાં આગામી દિવસોમાં સુંદર કાર્ય કરવામાં આવશે અને એક મજબૂત પાયાનું નિર્માણ કરવામાં આવશે જે પર્વતની જેમ અટલ અને અડગ હોય.
એફ.સી.એલ.ના તત્‍વાધાનમાં આયોજીત આ કાર્યશાળાનું સફળ સંચાલન વ્‍યવસ્‍થાપક શ્રીમતીશિખા અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

એક મહિના પહેલાં ઘર છોડી ચાલી ગયેલ સગીરાને 1000 કિ.મી. દૂરથી શોધી દમણ પોલીસે પોતાના માતા-પિતા સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment