October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

વલસાડઃ તા.૨૯ : રાજય સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ કાર્યો અને ઉત્તમ જન સુવિધાઓ માટે વતન પ્રેમીઓને વતનની જન્‍મભૂમિનું, માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે જનહિત વિકાસ કાર્યોમાં જનભાગીદારીના સૌથી માોટા અભિયાન તરીકે ‘વતન પ્રેમ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના દ્વારા સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્‍ચે જનકલ્‍યાણ- વિકાસકીય ત્રિવેણી સંગમ થકી ગામમાં સુવિધાઓ સાથે ગામની જીવંતતા વધારવાની કલ્‍યાણકારી ભાવના સાથેની  ‘વતન પ્રેમ ‘ યોજના અન્‍વયે ગામાના વિકાસના કામો જેવા કે શાળાના ઓરડા અથવા સ્‍માર્ટ કલાસ, કોમ્‍યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર(આરોગ્‍ય વિભાગ દ્વારા સેટઅપ મંજૂર થયેલ હોવું જોઇએ), પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું મકાન, આંગણવાડી- મધ્‍યાહન ભોજનનું રસોડું, સ્‍ટોર રૂમ, પુસ્‍તકાલય, રમત ગમત માટે વ્‍યાયામ શાળાનું મકાન અને સાધન, સીસીટીવી કેમેરા સર્વેલન્‍સ સીસ્‍ટમ, સ્‍મશાન ગૃહ, વોટર રીસયાકલીંગની વ્‍યવસ્‍થા તથા ગટર/એસટીપી, તળવા બ્‍યુટીફિકેશન, એસ. ટી. સ્‍ટેન્‍ડ, સોલાર એનર્જી સ્‍ટ્રીટ લાઇટ અને પાણીના ટયુબવેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવા માટેના કામોના નિયત ખર્ચ પૈકી દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે તેથી વધુ દાન આપીને કામ કરાવી શકશે. દાતાના દાનની સામે ખુટતી ૪૦ ટકા રકમનું રાજ્‍ય સરકાર અનુદાન કરે. આ યોજના અંતર્ગત દાન આપવા માટે ઈચ્‍છતા દાતાઓ વેબ પોર્ટલ પર લોગીન થઈ પોતાના પસંદગીના ગામમાં દાન આપવા માટે પ્રસ્‍તાવ મુકી શકશે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા પંચાયતની વિકાસ શાખાના ફોન નંબર ૦૨૬૩૨-૨૯૯૪૪૨ ઉપરબ સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

શતાબ્‍દી વર્ષમાં પ્રવેશેલ આર.એસ.એસ દ્વારા પારડી નગરમાં વિજ્‍યા દસમી ઉત્‍સવની ઉજવણી

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

vartmanpravah

Leave a Comment