September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

સેકન્‍ડ ફેઈઝમાં આવેલી જાણીતી ફુડ કંપની શ્રીજી વેફરમાં ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈઝમાં આવેલ એક ફુડ કંપની આજે બુધવારે મળસ્‍કે અચાનક ભિષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. આગના ધુવાડા કિલોમીટર સુધીની રેન્‍જમાં વિસ્‍તરતા લોકો ઘરોની બહાર દોડી આવ્‍યા હતા.
વાપી જી.આઈ.ડી.સી. સી-ટાઈપ અને મોરારજી સર્કલ જેવા રહેણાંક વિસ્‍તારની લગોલગ આવેલ સેકન્‍ડ ફેઈઝ વિસ્‍તારમાં કાર્યરત શ્રીજી વેફર નામની સ્‍વીટ અને નમકીન બનાવતી જાણીતી કંપનીમાં આજે વહેલી સવારે ભિષણ આગ લાગી હતી. જી.આઈ.ડી.સી.ના બે ફાયર ફાઈટરો ઘટના સ્‍થળે પહોંચી આગ બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. આગની વિકરાળતા એટલી બધી હતી કે તેના ધુવાડા મોરારજી સર્કલથી લઈ ખોડીયાળનગર છીરી રામનગર સુધી વિસ્‍તર્યા હતા તેથી લોકો ઘરની બહાર દોડી આવ્‍યા હતા. જો કે ફાયર વિભાગ એ બે-ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ કરી લીધો હતો. આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામેલ નથી.

Related posts

સહ સભ્‍ય સચિવ અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડના અધ્‍યક્ષ સ્‍થાને ઝરી ખાતે સ્‍નેહાલયમાં બાળકોના દેખભાળની સ્‍થિતિ જાણવા યોજાયેલી બાલ કલ્‍યાણ સમિતિની બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

વલસાડ અને પારડીના કરાટે સ્‍ટુડન્‍ટ્‍સે કાટા અને કુમિટે ઈવેન્‍ટમાં 17 મેડલ મેળવ્‍યા

vartmanpravah

Leave a Comment