January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

જ્‍યાં હિંદુઓ સિવાય કોઈરહેતુ નથી ત્‍યાં ઈસાઈ મિશનરીઓ લોકોને પ્રલોભન આપી ધર્માન્‍તરણનું કામ કરી રહી છે : વી.એચ.પી.

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા આજે ગુરૂવારે કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આગામી તા.19 માર્ચે નાનાપોંઢા નજીક આવેલ પારડી તાલુકાના ચિવલ ગામે ખ્રિસ્‍તી મિશનરી દ્વારા યોજાનાર કાર્યક્રમ બંધ કરાવવામાં આવે. મિશનરીઓ દ્વારા ગામડાઓમાં ધર્માન્‍તરણ કરવાની કથિત પ્રવૃત્તિઓ કરવા જ સેવાના નામે યુથ સંમેલન જેવા નામો આપી કાર્યક્રમો રાખવામાં આવે છે.
આગામી તા.19 માર્ચના રોજ નાનાપોંઢા નજીકના પારડી તાલુકાના ચિવલમાં સવારે 9 થી રાત્રે 7 વાગ્‍યા સુધીમાં યુથ સેમિનાર યોજાનાર છે તેવી જાહેર થયેલ પત્રિકાના નામો એફ.એમ. બી.બી. જેવા લખાણો અને આયોજકો ખ્રિસ્‍તી મિશનરી વાળા જ હોય છે તેવો આક્ષેપ કરીને આજે વલસાડ કલેક્‍ટરમાં વી.એચ.પી.ના કાર્યકરોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આગામી યોજાનાર આ યુથ સેમિનાર ધર્માન્‍તરણ માટેનો જ મામલો છે. ગામડાની ભોળી પ્રજાને પ્રલોભન-લાલચો આપીને વટાળ પ્રવૃત્તિઓ થતી હોય છે તેથી આ કાર્યક્રમો અટકાવવાની વી.એચ.પી.એ આજે લેખિત માંગણી કરી હતી તેમજ વધુમાં જણાવેલ કે જ્‍યાં કાર્યક્રમ થઈરહ્યો છે ત્‍યાં ક્રિヘયિનની વસ્‍તી નથી. માત્ર હિંદુઓ જ વસવાટ કરી રહ્યા છે તેવી આવેદનપત્ર થકી માંગણી વી.એચ.પી.એ. કરી હતી.

Related posts

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

આખા વર્ષ દરમિયાન લાખો પર્યટકોને સ્‍વર્ગનો અહેસાસ કરાવતા દાદરા નગર હવેલીના દૂધની ગામને મળ્‍યો ‘‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ” એવોર્ડ-2024

vartmanpravah

ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ

vartmanpravah

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment