October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

અત્‍યાર સુધી 1 હજાર જેટલા આવેલા કોલ્‍સથી વરિષ્‍ઠ નાગરિકોની સમસ્‍યા ઉકેલવા સફળ રહેલ હેલ્‍પ લાઈન

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 29
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તા.27મી ઓગસ્‍ટ, 2021ના રોજ ‘એલ્‍ડર લાઇન’ શરૂ કરી હતી. હેલ્‍પ લાઈન સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકારની એક પહેલ છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવનો સમાજ કલ્‍યાણ વિભાગ સંઘપ્રદેશમાં નોડલ વિભાગ છે.
કેન્‍દ્રશાસિત પ્રદેશમાં શ્‍ભ્‍ત્‍ઘ્‍બ્‍ફ હેલ્‍પલાઇન માટે કાર્યાન્‍વિત ભાગીદાર છે હેલ્‍પલાઈન વરિષ્‍ઠ નાગરિકોને સામાન્‍ય જાનકારી, ભાવનાત્‍મક સમર્થન, આરોગ્‍યની સંભાળ અને કાયદાકીય સહાય સંબંધિત જાણકારી પ્રદાન કરવા માટે રચાયેલ છે. હેલ્‍પલાઈન એક સંકલિત પ્‍લેટફોર્મ છે જ્‍યાં વરિષ્ઠ નાગરિકો કોઈપણ જરૂરી સહાય માટે સંપર્ક કરી શકે છે. આ હેલ્‍પલાઈન અન્‍ય વિભાગો જેમ કે પોલીસ, આરોગ્‍ય, ગ્રામીણ વિકાસ, નગરપાલિકા વગેરે સાથે સંકલનમાં કામ કરી રહી છે.
એલ્‍ડર લાઇન-ટોલ ફ્રી નંબર 14567 એ સમગ્ર ભારતમાં વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે સમર્પિત હેલ્‍પલાઇન છે. આ હેલ્‍પલાઇન ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વેંકૈયાનાયડુ દ્વારા 1લી ઓક્‍ટોબર 2021ના રોજ રાષ્‍ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. આ હેલ્‍પલાઇન હાલમાં ભારતના 21 રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે.
શ્‍ભ્‍ત્‍ઘ્‍બ્‍ફ એ દમણમાં કનેક્‍ટ સેન્‍ટર ખોલ્‍યું છે અને હેલ્‍પલાઇનનું સંચાલન કરવા માટે એક સમર્પિત ટીમ તૈનાત કરી છે. ત્રણેય જિલ્લામાંથી દરેકમાં ફિલ્‍ડ રિસ્‍પોન્‍સ ઓફિસર (એફઆરઓ) હોય છે જેઓ તેમના જિલ્લાઓમાં વરિષ્ઠ નાગરિકોની ફરિયાદો પર ધ્‍યાન આપે છે. કટોકટીના કિસ્‍સામાં, તેઓ સ્‍થળ પર પહોંચે છે અને મુશ્‍કેલીમાં રહેલા વળદ્ધોને મદદ કરે છે. હેલ્‍પલાઈન અઠવાડિયાના તમામ દિવસોમાં સવારે 8 થી સાંજના 8 વાગ્‍યા સુધી ખુલ્લી રહે છે. ટોલ ફ્રી નંબર 14567 પર ડાયલ કરીને વડીલો તેમની સમસ્‍યાઓ જણાવી શકે છે.
એલ્‍ડર લાઇન કાયદાકીય માર્ગદર્શન પણ પૂરું પાડે છે, અને વરિષ્ઠ નાગરિક જાળવણી અધિનિયમ 2007 વિશે વળદ્ધોને શિક્ષિત કરે છે. તે વરિષ્ઠ નાગરિકો માટે પેન્‍શન યોજના વિશે માહિતી અને સહાય પણ પ્રદાન કરે છે. જો કોઈ વળદ્ધ વ્‍યક્‍તિનું શારીરિક કે ભાવનાત્‍મક શોષણ થતું હોય, તો તેઓ તેની જાણ 14567 પર કરી શકે છે. એલ્‍ડર લાઇન એવા વડીલોને ભાવનાત્‍મક ટેકો અને કાઉન્‍સેલિંગ પણ પૂરી પાડે છે જેઓ એકલા છે અને જેની સાથે વાત કરવાની જરૂર છે.હેલ્‍પલાઈન ત્‍યજી દેવાયેલા વળદ્ધ લોકોને કામચલાઉ આશ્રય આપીને અને તેમના પરિવારો સાથે ફરી જોડાવામાં મદદ કરે છે. હેલ્‍પલાઈન વળદ્ધાશ્રમો, સંભાળ રાખનારાઓ, હોસ્‍પિટલો, પ્રવળત્તિ કેન્‍દ્રો વગેરે વિશે પણ માહિતી પ્રદાન કરે છે.
હેલ્‍પલાઈન લોન્‍ચ થયા પછી છેલ્લા ત્રણ મહિનામાં 1000થી વધુ કોલ્‍સ પ્રાપ્ત થયા છે. હેલ્‍પલાઈન દ્વારા ફિલ્‍ડ પરના સેંકડો કેસોમાં શાંતાબાઈ (નામ બદલ્‍યું છે)નો કેસ વિશેષ મહત્‍વ ધરાવે છે. 68 વર્ષીય વિધવા શાંતા બાઈ સેલવાસની એક ચાલમાં એકલી રહેતી હતી. એલ્‍ડર લાઇનના ફિલ્‍ડ રિસ્‍પોન્‍સ ઓફિસર (એફઆરઓ) એ વળદ્ધ મહિલાની ઘરે ઘરે નિયમિત મુલાકાત લીધી હતી.
શાંતાબાઈ લગભગ 20 વર્ષ પહેલાં તેમના પતિ અને બે બાળકો સાથે નોકરીની શોધમાં મહારાષ્‍ટ્રથી સેલવાસ આવી ગયા હતા અને તેમના બાળકો નાની ઉંમરમાં જ કોઈને કોઈ બીમારીને કારણે એક પછી એક મળત્‍યુ પામ્‍યા હતા. તેના પતિનું પણ બે વર્ષ પહેલા અવસાન થયું હતું. તેના પતિના મળત્‍યુ પછી, તે તેના અગાઉના માલિકની ઝૂંપડપટ્ટીમાં એક ખૂબ જ નાના રૂમમાં રહેતી હતી. તેના પડોશીઓ તેને ખવડાવતા હતા. એફઆરઓએ શાંતાબાઈને દમણમાં સ્‍થિત વળદ્ધાશ્રમ વિશે જાણ કરે છે અને જો તે શિફ્‌ટ થવા ઈચ્‍છે તો એલ્‍ડર લાઈન તેમને મદદ કરવા હાજર છે અને તેખુશીથી વળદ્ધાશ્રમમાં શિફ્‌ટ થવા સંમત થઈ ગયા હતા. એલ્‍ડર લાઇનના કર્મચારીઓએ યુટીના સમાજ કલ્‍યાણ વિભાગનો સંપર્ક કર્યો અને વિભાગની મદદથી સમગ્ર કાનૂની અને તબીબી ઔપચારિકતાઓ અને અન્‍ય દસ્‍તાવેજો પૂર્ણ કર્યા હતા. શાંતાબાઈ હવે તેમના નવા ઘરમાં ખુશીથી રહે છે અને વળદ્ધાશ્રમના અન્‍ય રહેવાસીઓ સાથે પણ મિત્રતા કરી છે.
સમાજ કલ્‍યાણ વિભાગનો મુખ્‍ય હેતુ હેલ્‍પલાઈન દ્વારા જરૂરિયાતમંદ વડીલો સુધી પહોંચવાનો અને તેમને સન્‍માનજનક જીવન માટે શકય તમામ મદદ પૂરી પાડવાનો છે.

Related posts

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

વાપી ટાઉનમાં રાત્રે શટરોના તાળા ફંફોસતા બે સ્‍થળોથી બે ઇસમો પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ‘કેન્‍દ્રીય બજેટ-2023-24′ પર યોજાયેલો સંવાદ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment