જ્યાં હિંદુઓ સિવાય કોઈરહેતુ નથી ત્યાં ઈસાઈ મિશનરીઓ લોકોને પ્રલોભન આપી ધર્માન્તરણનું કામ કરી રહી છે : વી.એચ.પી.
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17
વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા આજે ગુરૂવારે કલેક્ટરમાં આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આગામી તા.19 માર્ચે નાનાપોંઢા નજીક આવેલ પારડી તાલુકાના ચિવલ ગામે ખ્રિસ્તી મિશનરી દ્વારા યોજાનાર કાર્યક્રમ બંધ કરાવવામાં આવે. મિશનરીઓ દ્વારા ગામડાઓમાં ધર્માન્તરણ કરવાની કથિત પ્રવૃત્તિઓ કરવા જ સેવાના નામે યુથ સંમેલન જેવા નામો આપી કાર્યક્રમો રાખવામાં આવે છે.
આગામી તા.19 માર્ચના રોજ નાનાપોંઢા નજીકના પારડી તાલુકાના ચિવલમાં સવારે 9 થી રાત્રે 7 વાગ્યા સુધીમાં યુથ સેમિનાર યોજાનાર છે તેવી જાહેર થયેલ પત્રિકાના નામો એફ.એમ. બી.બી. જેવા લખાણો અને આયોજકો ખ્રિસ્તી મિશનરી વાળા જ હોય છે તેવો આક્ષેપ કરીને આજે વલસાડ કલેક્ટરમાં વી.એચ.પી.ના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આગામી યોજાનાર આ યુથ સેમિનાર ધર્માન્તરણ માટેનો જ મામલો છે. ગામડાની ભોળી પ્રજાને પ્રલોભન-લાલચો આપીને વટાળ પ્રવૃત્તિઓ થતી હોય છે તેથી આ કાર્યક્રમો અટકાવવાની વી.એચ.પી.એ આજે લેખિત માંગણી કરી હતી તેમજ વધુમાં જણાવેલ કે જ્યાં કાર્યક્રમ થઈરહ્યો છે ત્યાં ક્રિヘયિનની વસ્તી નથી. માત્ર હિંદુઓ જ વસવાટ કરી રહ્યા છે તેવી આવેદનપત્ર થકી માંગણી વી.એચ.પી.એ. કરી હતી.