April 24, 2024
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.07
તા.05/02/202રને શનિવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં શાળાના પ્રાચાર્ય શ્રી ડીડી મન્‍સુરીના માર્ગદર્શન અને પ્રભારી શ્રી આર.કે. સિંઘના નેતૃત્‍વમાં વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાંઆવી હતી.
કાર્યક્રમના આરંભમાં શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીગણે માતા સરસ્‍વતીની તસવીર પર કુમકુમ, અક્ષત હળદર અને ફૂલહાર દ્વારા સાંસ્‍કૃતિક પૂજન કરી દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના, સંસ્‍કૃત શ્‍લોક, ગાન, સરસ્‍વતી-સ્‍તૃતિ, પ્રાસંગિક પ્રવચન તેમજ કાવ્‍ય પઠન વગેરેની સુંદર પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.
ત્‍યારબાદ શાળાના હિન્‍દી શિક્ષિકા આરાધના જી. સ્‍માર્તે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સાહિત્‍ય સંગીત અને કલાની દેવી સરસ્‍વતીમાતાના પ્રાગટય વિશે તથા ઋુતુરાજ વસંતના વૈભવ વિશે વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમજ વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે પણ શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શિક્ષક ગ્રેડ-1 શ્રી વિજયભાઈ બામણિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાનો અર્થ ખુબ જ વિસતારથી સમજાવ્‍યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ મંચ સંચાલન પણ શાળાના શિક્ષિકા આરાધનાબહેને કર્યુ હતું. આમ શાળાના સર્વે શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓના સંપૂર્ણ સહયોગથી વસંતોત્‍સવ સફળ રહ્યો હતો.

Related posts

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

Leave a Comment