April 26, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

  • બે દિવસ લાયન્‍સ એજ્‍યુકેશન કેમ્‍પસ અને ધ એડીફિસ મોલમા હર્બલ હોળી કલરનો સ્‍ટોલ લગાવવામા આવેલ

  • પુરી રીતે નેચરલ ડ્રાઈ ઓર્ગેનિક, ઇકો ફ્રેન્‍ડલી અને સ્‍ક્રીન ફ્રેન્‍ડલી છે ક્રોમેટિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
હોળીના તહેવારને જોતા સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સના વનસ્‍પતિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ એમના શિક્ષકોના માર્ગદર્શનમા નેચરલ ડ્રાઈ ઓર્ગેનિક હોળી કલર બનાવી હતી.
આ પ્રોડક્‍ટનુ નામ ક્રોમેટિકા રાખવામા આવેલ આ કલર ઇકો અને સ્‍ક્રીન ફ્રેન્‍ડલી કલર છે,આ રંગથી રમવામા કોઈને કોઈપણ પ્રકારની કોઈ સાઈડ ઇફેક્‍ટ નહિ થશે. આ રંગથી બાલ અને સ્‍કીન અને આંખને કોઈ નુકસાન થશે નહિ,આને પુરી રીતે પ્રાકળતિક ચીજોથી બનાવવામા આવેલ છે. આવનાર સમયમાં આ સ્‍કિલ વિદ્યાર્થીઓ માટે શાનદાર કેરિયરમા સહાયક સિદ્ધ થશે. જેનાથી વિદ્યાર્થી પોતે રોજગાર રૂપે પણ અપનાવી શકશે.
આ પ્રોડક્‍ટ લોન્‍ચ કરવાનો ઉદેશ્‍ય લોકામાં પ્રાકૃતિક હોળીનો રંગ આસાનીથી મળી શકે. આ રંગથી પર્યાવરણને કોઈ નુકસાન નહિ પહોંચશે કોલેજનાવનસ્‍પતિ વિજ્ઞાનની સ્‍નાતક શાખાના એનું નિર્માણ કર્યું છે. બે દિવસ લાયન્‍સ એજ્‍યુકેશન કેમ્‍પસ અને ધ એડીફિસ મોલમા હર્બલ હોળી કલરનો સ્‍ટોલ લગાવવામા આવ્‍યો હતો.
લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહજી ચૌહાણ અને દરેક સભ્‍ય હંમેશા એવા કાર્યો માટે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરતા રહે છે. એમની આ પ્રેરણાથી વિદ્યાર્થીઓનું મનોબળ વધે છે.

Related posts

વાપી સલવાવ હાઈવે બ્રિજ પાસેથી રૂા.5.80 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment