October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

પોલીસે પ0 કિલો માંસ જપ્ત કર્યુ ઘટના સ્‍થળેથી ક્રૂરતાપૂર્વક મારી નંખાયેલ એક અને જીવત એક વાછરડી મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
પારડી પરીયા રોડ ભેસેલાપાડાથી પારડી પોલીસે કથિત ગૌમાંસની હેરાફેરી કરી રહેલ એકને ઝડપી પાડયો હતો. જ્‍યારે બે ફરાર થઈ ગયા હતા. પ0 કિલો માંસ ઘાતક હથિયારો કાર મળીને બે લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
વલસાડ જિલ્લામાં ગૌવંશની હત્‍યા અને માંસની હેરાફેરીની ઘૃણાસ્‍પદ ઘટનાઓ અટકતી નથી. આજે પારડી પરિયા રોડ ઉપર મળસ્‍કે 3.30 વાગ્‍યાના સુમારે પારડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ભેસલાપાડામાં અવાવરુ જગ્‍યાએ માંસની હેરાફેરી થતી ઝડપી પાડી હતી. શાહિદ સુલેમાન કુરેશી નામના ઈસમને દબોચી લીધો હતો. જયારે યુસુફ અન્‍સારી અને ઈરફાન રેશની બાબુ કુરેશી ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી વિગત તો એ પ્રકાશમાં આવી હતી કે ઘટના સ્‍થળે ક્રુરતાપૂર્વક મારી નંખાયેલ આશરે બે વર્ષની વાછરડી મૃત મળેલી જ્‍યારે 1 વાછરડી જીવતી મળી હતી.
આરોપીઓએ એક્‍સેસ કારનં.જી.જે.1પ.એ.એન.7450 નંબરની ડુપ્‍લીકેટ પ્‍લેટ લગાડી હતી. હકીકતમાં કારનો સાચો નં. એમએચ-06-એએન5074 છે. પોલીસે પ પ્‍લાસ્‍ટિક થેલામાં પ0 કિ.ગ્રા. માંસ, છરા, કોયતા અને કાર મળી ર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર આરોપી બ્રાંદ્વા મુંબઈના હતા.

Related posts

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલ ખાતે ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” અંતર્ગત પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

vartmanpravah

વાપી જુના રેલવે ફાટક અંડરપાસ માટે રેલવેએ મેગા બ્‍લોક કરી તોતિંગ ગડરો નાખવાની કામગીરી પૂર્ણ કરી

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

Leave a Comment