વાપી કચીગામ રોડ, ટાંકી ફળિયા અને છીરી પમ્પ પાસેથી જીત શર્મા, અને રાજેશ વર્માએ એક બાઈક અને બે મોપેડનીચોરી કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21
વાપી ટાઉન પોલીસે વાપી વિસ્તારમાં સીધી પેટ્રોલીંગ ચેકીંગ કરીને ટુ વ્હીલર ચોરતીઅ ને ખરીદતી ગેંગના છ આરોપીને ઝડપી પાડય હતા. આરોપીઓ પાસેથીત્રણ વાહનો જપ્ત કરીને તમામને જેલ ભેગા કર્યા હતા.
વાપી ટાઉન પોલીસે પો.કો.કમલેશભાઈ, સંજયસિંહ કોપરલી ચાર રસ્તા વાહન ચેકીંગ ગત તા. ર0મી માર્ચના રોજ કરી રહ્યા હતા. તે દરમિયાન દમણ તરફથી આવી રહેલ યુનિકોર્ન મો.સા.નં.જીજે-1પ-એ.એમ.8642 ઉપર સવાર જીત રામલાલ વર્મા રહે. સુથારવાડ પાછળ બેસેલ રાજેશ સુખદેવ વર્માને અટકાવી બાઈકના પેપર પોલીસે માંગ્યા હતા. ગલ્લાતલ્લા કરતા વધુ સઘન તપાસ કરતા બાઈકની ચોરી કબુલાત કરી હતી.
પોલીસે વિશ્વાસમાં લઈને બન્ને આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા વાપી ટાંકી ફળીયાથી એક્ટીવા નં. જીજે-1પ-ડીએન-7881 તથા છીરી પેટ્રોલપંપ પાસે એક્સેક મોપેડ નં. જીજે-1ર-બીપી3347ની ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ તમામ વાહનો મોહમદ યાકુલ ઉર્ફે કાલુ ગમશુલ્લા, અબ્દુલ સત્તારા ઈકબાલ હુસેન જુમ્મન તથા અબ્દુલ કલામ જૈશે મોહમદ તમામ ચાર ગેરેજ અને સ્પેરપાર્ટસ લે-વેચનો દંધી કરે છે. તમામ રહે. છીરી અને વેચાણથી રાખેલા પોલીસ તમામ છ આરોપીની ધરપકડ કરી ત્રણ વાહનો કબજે કરી જેલ ભેગા કરીવાહન ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલવા સફળતા મેળવી હતી.