October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
ઉમરગામ તાલુકાની કરમબેલા પંચાયતનું અંદાજપત્ર બહુમતી સભ્‍યોએ નામંજૂર કરતા સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિ ની પ્રથમ ગ્રાસે મક્ષીકા થવાના સંજોગો નિર્માણ થવા પામ્‍યા છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ આજરોજ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિના અધ્‍યક્ષતા હેઠળ સામાન્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની કાર્ય સુચિમાં અંદાજપત્રને મંજુર કરવાનું હતું. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી સરપંચશ્રી એ વિકાસના કામમાં દાખવેલા મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ શ્રી આનંદભાઈ શાહ સહિત છ સભ્‍યોએ ભારે નારાજગી બતાવી હતી.
જેના પરિણામે આજરોજ સામાન્‍ય સભામાં બજેટ મંજૂર કરવાના સમયે દસમાંથી માંથી છ સભ્‍યોએ 1. આનંદભાઈ શાહ 2. આશિષ મોહન પટેલ 3. ઈશ્વર નગીન ધોડી 4. મિરા સંજય રોહિત 5.પીસી ધોડી અને 6. ચંદ્રિકા હરેશ દુબળા એ આંગળી ઊંચી કરી બજેટ ના મંજૂર કરવા માટે સ્‍પષ્ટ વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

દાનહમાં પ્રજાસત્તાક અને નિર્માણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પરેડની પૂર્વ તૈયારી

vartmanpravah

ડેહલીમાં નિર્માણ થઈ રહેલી સોની સ્ટીલ એપ્લાયન્સ કંપનીના રસ્તાનો વિવાદ ફરી વકર્યો

vartmanpravah

આર.કે. દેસાઈ કોલેજ ઓફકોમર્સ અને મેનેજમેન્‍ટ, વાપી અંતર્ગત ટી.વાય. બી.બી.એ.નું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

Leave a Comment