October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

દેશની તમામ કુલ 4416 નગરપાલિકા (યુ.એલ.બી.) વાપી પાલિકા 102 નંબરે : નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 07 ક્રમે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023ના પરિણામો જાહેર થયા છે તેમાં વાપી નગરપાલિકા મેદાન મારી ગઈ છે. ગુજરાત રાજ્‍યની કુલ 156 નગરપાલિકાઓમાં વાપી પાલિકાએ 01 પ્રથમ ક્રમાંક મેળવ્‍યો છે તેમજ ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ગાર્બેજ ફ્રી સિટીમાં 1 સ્‍ટાર તેમજ ઓપન ડેફીનેશન ફ્રી સિટીમાં બ્‍ઝજ્‍ૅૅ મેળવ્‍યો છે.
વાપી નગરપાલિકાએ ગુજરાત રાજ્‍યમાં નહી બલ્‍કે દેશભરની કુલ યુએલબી નગરપાલિકાઓમાં 102 ક્રમાંક પણ હાંસલ કર્યો છે. તદ્દઉપરાંત મહાનગરપાલિકાઓમાં વાપી નગરપાલિકા 07મો ક્રમાંક પણ મેળવ્‍યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્‍યની કુલ 156 નગરપાલિકાઓમાં વાપી અને વલસાડ એ ગ્રેડની નગરપાલિકા છે જ્‍યારે પારડી, ઉમરગામ નગરપાલિકા સી ગ્રેડમાં છે તેમજ ધરમપુર નગરપાલિકા ડી ગ્રેડમાં છે. સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023 પરિણામોમાં વાપી નગરપાલિકાએ ઉત્‍કૃષ્‍ઠ પરિણામ મેળવ્‍યું છે. જે શહેરીજનો અને પાલિકા કર્મચારી સ્‍ટાફ અનેસફાઈ કર્મીઓનો નોંધપાત્ર સહયોગ સાંપડયો છે.

Related posts

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

ચીખલીના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનારાઓને પોલીસે વરઘોડો કાઢી હાઈવે બ્રિજ નીચે કરાવેલી ઉઠક-બેઠક

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

Leave a Comment