Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને રાત્રિસભા યોજાઈ

સરોણ હાઈવે ક્રોસિંગ પાસે અકસ્‍માતોને અટકાવવા ઓવરબ્રીજની કામગીરી પ્રક્રિયા હેઠળ છેઃ- કલેકટર ક્ષિપ્રા આગ્રે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10
લોકોને પડતી અગવડો અને મુશ્‍કેલીઓના નિવારણ માટે વહીવટીતંત્ર પરસ્‍પરના સાથ અને સહકાર થકી લોકાભિમુખ અને પારદર્શી વહીવટ માટે સતત પ્રયત્‍નિશીલ છે. ગામડાના છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓથી સામાજીક અને આર્થિક રીતે એક સશક્‍ત સમાજનું નિર્માણ અને સમાવેશી વિકાસ કરવા માટે વહીવટીતંત્ર હંમેશા અગ્રેસર હોય છે અને એટલે જ વહીવટીતંત્રનો એવો હકારાત્‍માક અભિગમ રહ્યો છે કે તે સામાન્‍યમાં સામાન્‍ય માણસની સીધી અને સરળ પહોંચમાં હોય.
રાજ્‍ય સરકાર દ્વારા સુશાસન પ્રસ્‍થાપિતકરવા માટે વહીવટીતંત્ર દ્વારા ગામના લોકો સુધી પહોંચી ગ્રામ્‍યકજનોના પ્રશ્નો સાંભળીને સંબધિત અધિકારીઓને સ્‍થ્‍ળ પર હાજર રાખીને પ્રશ્નોનો નિકાલ થાય તે માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જિલ્લા કલેક્‍ટર અને પ્રાંત અધિકારીઓના અધ્‍યજક્ષ સ્‍થાને રાત્રિ સભાઓ યોજવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાસને વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે તા.09 મી ફેબ્રુઆરી, 2023 ના રોજ રાત્રિસભા યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ તેમના સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર દ્વારા ‘‘સરકાર તમારે દ્વાર”ના માધ્‍યમથી ગામડાના છેવાડાના માનવીના પ્રશ્નો સાંભળીને તેનો યોગ્‍ય નિરાકરણ લાવી શકાય તે માટે અધિકારીઓને સ્‍થળ પર હાજર રાખીને તેમના પ્રશ્નોનો હકારાત્‍મક રીતે સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે છે. આ સભામાં કલેકટરશ્રીએ સભામાં હાજર ગ્રામ્‍યજનોમાં ઉપસ્‍થિત રહેલા બહેનો અને ભાઈઓ પૈકી ખાસ કરીને બહેનોને તેમના પ્રશ્નો રજૂ કરવા જણાવતાં બહેનોએ તેમના પ્રશ્નોની કરેલ રજૂઆતને સાંભળીને યોગ્‍ય માર્ગદર્શન આપીને સંબધિત અધિકારીઓ દ્વારા પ્રશ્નોનો નિકાલ કર્યો હતો.
નાની સરોણ ખાતે યોજાયેલ આ રાત્રિસભામાં 11 પ્રશ્નો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ પ્રશ્નોની વિગતો જોઈએ તો સૌ પ્રથમજિલ્લા કલેકટરશ્રીની અપીલ ધ્‍યાને લઈ ગામના ગંગાબેન અંબુભાઈ પટેલે ચોમાસા દરમ્‍યાન તેમના ઘરના આંગણે પાણી ભરાવા બાબતની રજૂઆત કરી હતી જે બાબતે તાલુકા વિકાસ અધિકારી વલસાડે જણાવ્‍યું હતું કે, અરજદારના આંગણામાં સ્‍વજભંડોળથી પેવરબ્‍લોક નાંખવામાં આવેલા છે તથા વરસાદી પાણીના નિકાલ માટે મોટા નાળા નાંખવા અંગે 15 મા નાણાંપંચના આયોજનમાં આ કામ લેવામાં આવ્‍યું છે. ગામાના ભગુભાઈ બાવાભાઈ પટેલે 4 પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમાં સરોણ હાઈવે ક્રોસિંગ પાસે અકસ્‍માતો વધુ થતા હોઈ આ જગ્‍યાએ ઓવરબ્રીજ બનાવવાના તેમના પ્રશ્ને જિલ્લા કલેકટરશ્રીએ આ માટે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ કામની ટેન્‍ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જેથી ટેન્‍ડર મંજૂર થયે આ કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. રેકર્ડ પ્રમોલગેશનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા બાબતના પ્રશ્નમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતુ કે, પ્રમોલગેશનની આવેલ 21 હજાર અરજીઓ પૈકી 17 હજાર અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો છે. ડી.આઈ.એલ.આર.ની કચેરીએથી માપણી થયેલ રેકર્ડનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે. જાતિના પ્રમાણપત્રો મેળવવા માટે પરદાદાથી પેઢીનામું (ત્રણ પેઢીનું પેઢીનામું) બનાવવા બાબતની રજૂઆત બાબતે જિલ્લા કલેકટરશ્રીએ આ નીતિવિષયક બાબતછે એમ જણાવી જાતિ અંગેના પ્રમાણપત્રો ખોટા ન બને તે માટે સરકારશ્રી દ્વારા આ પ્રમાણેની વ્‍યાવસ્‍થા કરવામાં આવી છે તેમ જણાવ્‍યું હતું. ખોટા એપીએલ/બીપીએલ રેશનકાર્ડ બનેલ હોવા અંગેની રજૂઆત બાબતે જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીત દ્વારા એનએફએસએ/નોનએનએફએસએ કાર્ડ અમલમાં હોઈ ખોટી રીતે રેશનકાર્ડ બનાવવાની ઘટના નિવારી શકાય છે તેમ છતાં આવા કિસ્‍સાઓ ધ્‍યાને આવે તો તે અંગે મામલતદારશ્રી વલસાડને દાવા અરજી કરી શકે છે તેમ તેમણે જણાવ્‍યું હતું. અમીષાબેન પટેલે ગામના વીજળીના થાંભલાઓ ઠેર ઠેર નમી ગયેલા છે જે બાબતના પ્રશ્નમાં ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરે હાલમાં રોડ વાઈડનીંગની કાર્યવાહી ચાલુમાં છે જે પૂર્ણ થયા બાદ ડીસ્‍ટીડબ્‍યુશન ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર શીફટીંગ સ્‍કીમ હેઠળ નવા પોલ ઊભા કરવામાં આવશે. અંકુરભાઈ પટેલ, સુમિત્રાબેન પટેલ અને મનુભાઈ પટેલના પાણીની ટાંકી નવી બનાવવાના, ગામમાં આવેલ હોળીમોરવા તળાવનો ઉપયોગ ગામના લોકો ગટર તરીકે કરે છે જ્‍યાં 100 થી 200 ફૂટનો રસ્‍તો બનાવવા તથા પહાડ ફળિયા ખાતે રસ્‍તો બનાવવા બાબતના પ્રશ્નો બાબતે તેમના પ્રશ્નોનું સ્‍થળ તપાસ કરી સંબધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું.
આ સભામાં ઉપસ્‍થિત ગ્રામ્‍યરજનોનેઆરોગ્‍ય વિભાગ, આઈસીડીએસ, સમાજસુરક્ષા જેવા વિભાગો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓની સમજણ આપી આ યોજનાઓનો લાભ લેવા માટે સંબધિત અધિકારીઓએ જણાવ્‍યું હતું.
આ સભામાં વલસાડના પ્રાંત અધિકારી નીલેશ કુકડીયા, નાયબ પોલીસ અધિક્ષક એ. કે. વર્મા, ગામના વહીવટદાર અને તાલુકા પંચાયત વલસાડના વિસ્‍તરણ અધિકારી દર્શા ચાવડા, તલાટી કમ મંત્રી જ્‍યોતિ હળપતિ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવના જિ.પં. તથા ન.પા.ના અધ્‍યક્ષોએ દિલ્‍હી કર્તવ્‍ય પથ ખાતે પ્રદેશની માટી ભરેલા અમૃત કળશનું કરેલું અર્પણ

vartmanpravah

દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળોએ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવા અને નિહાળવા યોજાયેલો સમારંભ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાએ સેફટીક ટેન્‍કની સફાઈ માટે હેલ્‍પલાઇન નંબર જારી કર્યો

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

Leave a Comment