Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.23
આદિત્‍ય એનજીઓએ 23મી માર્ચે શહીદ દિવસની ઉજવણી કરી હતી. શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરીને,આદિત્‍ય એનજીઓએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં સાંજે 5:30 કલાકે જલારામ કોમ્‍પ્‍લેક્ષથી નરોલી ચારરસ્‍તા સુધી કેન્‍ડલ માર્ચ નીકળી હતી. કેન્‍ડલ માર્ચમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.
નરોલી ચાર રસ્‍તા પરના શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમમાં લોકોએ મીણબત્તીઓ સળગાવીને મા ભારતી, શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુને યાદ કરીને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કેન્‍ડલ માર્ચ બાદ નરોલીના નરીમાન પોઈન્‍ટ ખાતે વિશાળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આદિત્‍ય એનજીઓના અધ્‍યક્ષ શ્રી યોગેશસિંહ સોલંકીએ અમર શહીદ ભગતસિંહ અને ભગતસિંહના સાથી શહીદ સુખદેવ, શહીદ રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્રાણેય શહીદોના જીવન-દર્શન પર પ્રકાશ નાંખ્‍યો હતો. તેમણે ઉત્‍સાહ સાથે દેશભક્‍તિના સુત્રોચ્‍ચાર સાથે લોકોમાં દેશભક્‍તિનો સંચાર કર્યો હતો.
આ ઉપરાંત શ્રી યોગેશસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે આપણે નરોલીને વ્‍યસન મુક્‍ત બનાવવાની છે. જેમા દરેક વ્‍યક્‍તિએ સહયોગ આપવો જોઈએ.
આદિત્‍ય એનજીઓના ડાયરેક્‍ટર જુલી સોલંકીએ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુ વિશે વિગતવાર જણાવ્‍યું. તેમણે પોતાના છટાદાર ભાષણથી લોકોમાં દેશભક્‍તિની ભાવના જગાડી. અન્‍ય વક્‍તાઓએ પણ શહીદોને યાદ કરીઅસરકારક વક્‍તવ્‍ય આપ્‍યા હતા. શહીદ દિવસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 350થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ અવસરે નરોલી સરપંચ શ્રી ધર્મેશભાઈ તથા નરોલી ગ્રામ પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્‍યો, ગ્રામજનો, આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આદિત્‍ય એનજીઓ ગળપ સમૂહ લગ્ન, સરકારી યોજનાઓના પ્રચાર જેવા જનજાગળતિના કાર્યક્રમોનું છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરતું આવ્‍યું છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

સંઘપ્રદેશમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી માટે આનંદ અને રોમાંચનો માહોલઃ વીક એન્‍ડ હોવાથી દમણ-દીવમાં પ્રવાસીઓના ઉતરનારા ધાડેધાડા

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

Leave a Comment