Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી માટે આનંદ અને રોમાંચનો માહોલઃ વીક એન્‍ડ હોવાથી દમણ-દીવમાં પ્રવાસીઓના ઉતરનારા ધાડેધાડા

  • પોલીસ પ્રશાસને ટ્રાફિકના નિયંત્રણ માટે આગોતરી વ્‍યવસ્‍થા કરવી જરૂરી

  • દમણ-દીવ અને દાનહમાં કોરોના મહામારીના કારણેસતત બે વર્ષ ફિક્કી રહેલી થર્ટીફર્સ્‍ટની ઉજવણી


  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    દમણ, તા.29: પ્રવાસન નગરી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં 2020 અને 2021ની થર્ટીફર્સ્‍ટની ઉજવણી કોરોના મહામારીના કારણે ફિક્કી રહી હતી. જેના કારણે હોટલ અને પ્રવાસન ઉદ્યોગને પણ ભારે ફટકો પડયો હતો. બે વર્ષના વિરામ બાદ આ વખતે થર્ટીફર્સ્‍ટની ઉજવણીનો રોમાંચ અને આનંદ બેવડાયો છે. સંઘપ્રદેશ પ્રશાસને પણ કેટલાક અગમચેતીના પગલાં લેવા સાથે અત્‍યાર સુધી કોઈ પાબંદી જાહેર કરી નથી. જેના કારણે પ્રવાસીઓ અને હોટલ સંચાલકોમાં પણ આનંદ અને ઉમંગનો માહોલ છે.
    આ વખતે થર્ટીફર્સ્‍ટ વીક એન્‍ડના શનિવારે હોવાથી 2022ના વર્ષને ગૂડબાય અને 2023ના વર્ષને વેલકમ કરવા માટે લોકો પણ અધિરા બન્‍યા છે. દમણમાં રંગીન રાત માણવા રસિકોના ધાડેધાડા ઉતરવાની સંભાવના છે.
    છેલ્લા બે વર્ષમાં દમણના રોડ થર્ટીફર્સ્‍ટની ઉજવણી સમયે સૂમસામ રહ્યા હતા. આ વખતે પ્રવાસીઓના ધસારાને જોતાં પોલીસ પ્રશાસને પોતાની ટ્રાફિકની આગવી વ્‍યવસ્‍થા પણ કરવી પડશે. હવે થર્ટીફર્સ્‍ટની ઉજવણીને માંડ એક દિવસ બાકી રહ્યો છે ત્‍યારે સંઘપ્રદેશ પોલીસ પ્રશાસન ટ્રાફિક સંબંધી યોગ્‍ય દિશા-નિર્દેશ જારી કરે એવી લાગણી પણ પ્રગટ થઈ રહી છે.

Related posts

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

Leave a Comment