April 19, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.23
આદિત્‍ય એનજીઓએ 23મી માર્ચે શહીદ દિવસની ઉજવણી કરી હતી. શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરીને,આદિત્‍ય એનજીઓએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં સાંજે 5:30 કલાકે જલારામ કોમ્‍પ્‍લેક્ષથી નરોલી ચારરસ્‍તા સુધી કેન્‍ડલ માર્ચ નીકળી હતી. કેન્‍ડલ માર્ચમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.
નરોલી ચાર રસ્‍તા પરના શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમમાં લોકોએ મીણબત્તીઓ સળગાવીને મા ભારતી, શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુને યાદ કરીને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કેન્‍ડલ માર્ચ બાદ નરોલીના નરીમાન પોઈન્‍ટ ખાતે વિશાળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આદિત્‍ય એનજીઓના અધ્‍યક્ષ શ્રી યોગેશસિંહ સોલંકીએ અમર શહીદ ભગતસિંહ અને ભગતસિંહના સાથી શહીદ સુખદેવ, શહીદ રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્રાણેય શહીદોના જીવન-દર્શન પર પ્રકાશ નાંખ્‍યો હતો. તેમણે ઉત્‍સાહ સાથે દેશભક્‍તિના સુત્રોચ્‍ચાર સાથે લોકોમાં દેશભક્‍તિનો સંચાર કર્યો હતો.
આ ઉપરાંત શ્રી યોગેશસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે આપણે નરોલીને વ્‍યસન મુક્‍ત બનાવવાની છે. જેમા દરેક વ્‍યક્‍તિએ સહયોગ આપવો જોઈએ.
આદિત્‍ય એનજીઓના ડાયરેક્‍ટર જુલી સોલંકીએ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુ વિશે વિગતવાર જણાવ્‍યું. તેમણે પોતાના છટાદાર ભાષણથી લોકોમાં દેશભક્‍તિની ભાવના જગાડી. અન્‍ય વક્‍તાઓએ પણ શહીદોને યાદ કરીઅસરકારક વક્‍તવ્‍ય આપ્‍યા હતા. શહીદ દિવસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 350થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ અવસરે નરોલી સરપંચ શ્રી ધર્મેશભાઈ તથા નરોલી ગ્રામ પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્‍યો, ગ્રામજનો, આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આદિત્‍ય એનજીઓ ગળપ સમૂહ લગ્ન, સરકારી યોજનાઓના પ્રચાર જેવા જનજાગળતિના કાર્યક્રમોનું છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરતું આવ્‍યું છે.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્‍ટના વિષય ઉપર ગેસ્‍ટ લેકચર યોજાયો

vartmanpravah

વર્ષો જૂની પરંપરા ફરીથી તાજી કરાવતો જગતનો તાત

vartmanpravah

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

vartmanpravah

Leave a Comment