January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

ડેન્‍ગ્‍યુના દર્દીઓની સંખ્‍યામાં પણ ઘટાડો થયો છે, ડેન્‍ગ્‍યુ નિયંત્રણમાં સૌનો સહકાર જરૂરીઃ આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે. દાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની આગેવાની હેઠળ ડેન્‍ગ્‍યુ તાવના નિવારણ અને નિયંત્રણ માટે એક મહત્‍વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશમાં આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ ઘરોની વારંવાર મુલાકાત લઈ મચ્‍છરોના ઉત્‍પત્તિ સ્‍થળોનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત આરોગ્‍ય વિભાગ દ્વારા છેલ્લા 3 સપ્તાહમાં દાદરા નગર હવેલી જિલ્લામાં કુલ 7 લાખ 80 હજારથી વધુ ઘરોનોસર્વે કરવામાં આવ્‍યો હતો, જેમાં 2.5 લાખથી વધુ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો નાશ કરવામાં આવ્‍યો હતો, આ સાથે જ 4200થી વધુ ઔદ્યોગિક એકમો અને 1632 બાંધકામ સાઈટનો સર્વે કરવામાં આવ્‍યો હતો અને 13 હજારથી વધુ લોકોને નોટીસ પણ આપવામાં આવી હતી અને 150થી વધુ લોકો પર દંડ પણ વસૂલવામાં આવ્‍યો છે.
આ જ સમયગાળા દરમિયાન દમણ જિલ્લામાં કુલ 2 લાખ 60 હજારથી વધુ મકાનોનો સર્વે કરવામાં આવ્‍યો હતો જેમાં 36 હજારથી વધુ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો નાશ કરવામાં આવ્‍યો હતો, આ સાથે 2980થી વધુ ઔદ્યોગિક એકમો અને 218 બાંધકામ સ્‍થળોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. જેમાં 6.5 હજારથી વધુ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી અને 225થી વધુ લોકો પર દંડ પણ વસૂલવામાં આવ્‍યો છે. આ સાથે આરોગ્‍ય કર્મચારીઓ જિલ્લામાં લોકોને ડેન્‍ગ્‍યુથી બચવા અંગે સતત માહિતી આપી રહ્યા છે અને દરેકને પોતાના ઘરની સ્‍વચ્‍છતા રાખવા અને મચ્‍છરોના ઉત્‍પત્તિ સ્‍થળોનો નાશ કરવા અનુરોધ કરી રહ્યા છે.
આ સંદર્ભમાં વધુ માહિતી આપતાં આરોગ્‍ય વિભાગના સલાહકાર ડૉ. વી.કે. દાસે કહ્યું કે પ્રદેશમાં બદલાતા હવામાનને કારણે સામાન્‍ય વાયરલ તાવના દર્દીઓ જોવા મળી રહ્યા છે. સામાન્‍ય વાયરલ તાવમાં તાવ, શરદી, ઉધરસ, શરીરમાં દુઃખાવો જેવા લક્ષણો જોવા મળે છે જેડેન્‍ગ્‍યુના સામાન્‍ય લક્ષણો પણ છે. પરંતુ સંઘપ્રદેશમાં ચાલી રહેલા ડેન્‍ગ્‍યુ નિયંત્રણ અભિયાનને કારણે ડેન્‍ગ્‍યુના દર્દીઓની સંખ્‍યામાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી, પ્રદેશના લોકોને તાવની અવગણના ન કરવા અને યોગ્‍ય તપાસ અને સારવાર માટે શક્‍ય તેટલી વહેલી તકે હોસ્‍પિટલમાં આવવા વિનંતી છે. ડેન્‍ગ્‍યુથી બચવા માટે મચ્‍છરોના બ્રીડિંગ સ્‍થળોનો નાશ કરવો જરૂરી છે. તેને રોકવા માટે આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ સંઘપ્રદેશના તમામ ઘરોની મુલાકાત લઈ મચ્‍છરોના ઉત્‍પત્તિ સ્‍થળોનો નાશ કરી રહ્યા છે. તેથી પ્રદેશના નાગરિકોને વિનંતી છે કે અમારા આરોગ્‍ય કર્મચારીઓને મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો નાશ કરવામાં મદદ કરો.
ડેન્‍ગ્‍યુ વિશે વધારાની માહિતી માટે, તમે અમારા આરોગ્‍ય કર્મચારીઓનો અથવા ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરી શકો છો. એમ દાદરા નગર હવેલી જિલ્લાના મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડૉ. ડી. કે. મકવાણાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

વલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયા

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

સેલવાસની એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્‍ચે થયેલી મારામારીની ઘટના

vartmanpravah

Leave a Comment