Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ આયોજિત અભ્‍યાસ વર્ગમાં વલસાડ તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
તારીખ 24 /3/2022 ના રોજ રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ દ્વારા જિલ્લા કક્ષાના વૈચારિક યજ્ઞના ભાગરૂપે અભ્‍યાસ વર્ગનું આયોજન પારડી સ્‍વાધ્‍યાય મંડળ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત સંગઠન મંત્રીશ્રી ઘનશ્‍યામભાઈ પટેલ, નવસારી વિભાગના સંઘચાલક રાજેશભાઈ રાણા, રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સિનિયર ઉપાધ્‍યક્ષ સરદારસિંહ મચ્‍છાર, દક્ષિણ સંભાગના સંગઠન મંત્રીશ્રી દિપેશભાઈ ભગત, ડીઆઈઈટીના પ્રાધ્‍યાપક ડો. પંકજભાઈ દેસાઈ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વલસાડના અધ્‍યક્ષ શ્રી અલ્‍કેશભાઈ છાયા અને તેમની ટીમ તથા દરેક તાલુકાના હોદ્દેદારો અને જિલ્લાના 90 જેટલા ગુરુજનોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વલસાડ તાલુકાના અધ્‍યક્ષ તરીકે શ્રી શૈલેષભાઈ પટેલ અને વલસાડ જિલ્લાના મહામંત્રી તરીકે શ્રી અજીતસિંહ ઠાકોર તથા જિલ્લાના ઉપાધ્‍યક્ષ તરીકે શ્રી કિરણભાઈ પટેલની નિમણુંકકરવામાં આવી.
આ કાર્યક્રમમાં વિવિધ વક્‍તા દ્વારા શિક્ષક અને શિક્ષણના સ્‍તરને વધુ ઊંચાઈ પર પોંહચાડવા માટેનું વૈચારિક ભાથું પીરસવામાં આવ્‍યું. રાષ્‍ટ્ર નિર્માણ માટે શિક્ષકોનો ફાળો, વર્તમાન શિક્ષણના પડકારો, રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કેવી રીતે કરવું તે અંગે ચિંતન-મનન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલ નીચેથી અજાણ્‍યા શખ્‍સની લાશ મળી

vartmanpravah

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

Leave a Comment