(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના નરોલી ગામ સ્થિત એક કંપનીમાં કામ કરતા કર્મચારીએ કંપનીના રૂમમાં જ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિનય તિવારી (ઉ.વ.37) રહેવાસી એરોકેર કંપનીના રૂમ, નવા ફળિયા, નરોલી ખાતે રહેતા અને મૂળ રહેવાસી બિહાર જે એના રૂમ પાર્ટનર સાથે રહેતો હતો. એનો રૂમ પાર્ટનર જ્યારે સવારે નોકરી પરથી આવ્યો ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો તેથી તેણે દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ન ખોલતા આજુબાજુમાં રહેતા લોકોને બોલાવી રૂમનો દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કરીને જોતા વિનય તિવારી ગળે ફાંસો લગાવેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિકપોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઈ. શ્રી સુરજ રાઉત અને એમની ટીમ સ્થળ ઉપર પહોંચી ઘઠના અંગેની જાણકારી મેળવી હતી અને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસ ખાતેની સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. મૃતક મંગળવારના રોજ સાંજે કંપનીમાંથી નોકરી પરથી છુટી પોતાના રૂમ પર આવ્યો હતો અને કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.