June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

ગ્રામજનોએ અધિક કલેક્‍ટર પ્રાંત ધરમપુરને આવેદન પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ધરમપુર-કપરાડા અંતરિયાળ વિસ્‍તારોમાં ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે ભૂતકાળમાં જોવા મળી હતી તેવી પ્રવૃત્તિ અંતર્ગત ધરમપુર તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ક્રોસ લગાવીને ચર્ચા બનાવવાની થઈ રહેલી કામગીરીનો ગ્રામવાસીઓએ વિરોધ કરીને આજે ધરમપુર અધિક કલેક્‍ટર પ્રાંતને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
ધરમપુર તાલુકાના મોટી કોરવળના સુલીયા ડુંગર ઉપર, કપરાડા તાલુકાના પેંઢારદેવીના ડુંગર ઉપર, કપરાડાના વડોલી સીમખડક ફળીયામાં ડુંગર ઉપર તથા કપરાડાના માંડવા ગામે ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા સરકારી જમીનનો ગેરકાયદે કબજો કરીને મોટા મોટા ક્રોસ લગાવીને ચર્ચ બનાવવાની હિલચાલ કરી રહેલ છે. સ્‍થાનિક આદિવાસીઓનેગેરકાયદેસર ધર્માતરણના ઈરાદાથી સુંદર પ્રકૃતિ ધરાવતા ડુંગરો ઉપર ગેરકાયદે કબજો કરી ક્રોસ લગાવાની ગેરકાયદે પ્રવૃત્તિ-હિલચાલ ચાલું થઈ છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે ધરમપુર પ્રાંતમાં સ્‍થાનિક અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

Leave a Comment