October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

આ વિસ્‍તારના રહેણાંકના 7973 અને 2345 કોમર્શિયલ ગ્રાહકોને આ સુવિધાનો લાભ મળશે, રાજ્‍યની પ્રજાને સાતત્‍યપૂર્ણ 6 કલાક વીજપુરવઠો મળી રહેશેઃ મંત્રી કનુભાઈ દેસાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27
વાપી જી. આઇ. ડી. સી. ખાતે રહેણાંક અને વાણિજયક ગ્રાહકો માટે 11 કે. વી. હાઇટેન્‍શન વીજલાઇનના રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર અડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું આજરોજ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ દ. ગુ. વીજકંપનીના મેનેજીંગ ડીરેકટર સુશ્રી સ્‍નેહલ ભાપકર (આઇ. એ. એસ.), નોટીફાઇડ એરિયાના ચીફ એન્‍જીનીયર ડી. બી. સગર, જી. આઇ. ડી. સી. ના બી. સી. વારલી અને વી. આઇ. એ. ની ટીમની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યુ હતું.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા ઔદ્યોગિક વિસ્‍તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આસીસ્‍ટન્‍ટ ફોર ઇન્‍ડ્રસ્‍ટ્રીયલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર(એ. આઇ. આઇ.) સ્‍કીમ અમલમાં મૂકવામાં આવી છે. રાજયની પ્રજાનેઅવિરત વીજપુરવઠો મળી રહે તે માટે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇએ ત્‍વરિત પગલા લીધા છે જેના ભાગરૂપે રાજય સરકારના પ્રતિનિધિ તરીકે મેં કેન્‍દ્ર સરકારના ઉર્જા મંત્રી અને કોયલા મંત્રીને રજૂઆત કરી છે જેના પરિણામે હાલની પરિસ્‍થિતિમાં રાજયના ખેડૂતોને સાતત્‍યપૂર્ણ રીતે છ કલાક વીજળી આપવામાં આવશે તેવી કેન્‍દ્ર સરકાર દ્વારા રાજય સરકારને બાહેંધરી આપવામાં આવી છે. વાપી શહેરના ટ્રાન્‍સપોર્ટ નગર માટે રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહયું છે જે અંતિમ તબક્કામાં છે તેમ તેમણે જણાવ્‍યું હતું.
રાજય સરકાર દ્વારા હવે ઓવરહેડ વીજલાઇનના બદલે અંડરગ્રાઉન્‍ડ વીજકેબલ નાંખી, રસ્‍તા પરના વીજપોલને દૂર કરી રસ્‍તાઓ પહોળા બનવી તેને બ્‍યુટીફિકેશન કરીને સુંદર બનાવવા માટેનું આયોજન કરવામાં આવી રહયું છે એમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્‍યું હતું.આજરોજ ખાતમુહૂર્ત કરાયેલા વાપી નોટીફાઇડ એરિયાના રહેણાંક અને કોમર્શિયલ ગ્રાહકો માટે જી. આઇ. ડી. સી., દક્ષિણ ગુજરાત વીજ કંપની અને વાપી નોટીફાઇડ એરિયાના સંયુકત પ્રદાનથી રૂા. 10.18 કરોડના ખર્ચે આ અંડરગ્રાઉન્‍ડ વીજકેબલ નાંખવામાં આવશે અને આ સમગ્ર પ્રોજેકટ અંતર્ગત જી. આઇ. ડી. સી. ના 60 ટકા, દ. ગુ. વીજ કંપનીના 20 ટકા અને નોટીફાઇડ એરિયાના 20 ટકાનો ફાળો રહેશે જેમુજબ જી. આઇ. ડી. સી. ના રૂા. 6.11 કરોડ, દ. ગુ. વીજ કંપનીના રૂા. 2 કરોડ અને નોટીફાઇડ એરિયાના રૂા. 2 કરોડનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ આ પ્રોજેકટ માટે વાપી વી. આઇ. એ. ના પ્રમુખ કમલેશ પટેલ, નોટીફાઇડ એરિયા અને જી. આઇ. ડી. સી. નો આભાર માન્‍યો હતો. વાપી નોટીફાઇડ એરિયામાં રાજય સરકાર દ્વારા 11 કે. વી. અંડરગ્રાઉન્‍ડ વીજલાઇન અંતર્ગત સૌ પ્રથમવાર આ વિસ્‍તારમા 77 નંગ ડબલ પોલ સ્‍ટ્રકચર વીથઆઉટ એર બ્રેક, અને 19 નંગ ડબલ પોલ સ્‍ટ્રકચર વીથ એર બ્રેક સીસ્‍ટમ ઉપરાંત 7 ફીડર 19 રીંગ મેઇન યુનિટ બનાવવમાં આવશે. રીંગ મેઇન યુનિટથી જે વિસ્‍તારના ફીડરમાં વીજપુરવઠો ખોરવાય તો તેટલા વિસ્‍તારને બાજુના આવેલા ફીડર પરથી વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. આ સુવિધાનો લાભ આ વિસ્‍તારના 7973 રહેણાંક ગ્રાહકો અને 2345 કોમર્શિયલ ગ્રાહકોને મળશે તેમ જણાવ્‍યું હતું. આ પ્રસંગ્રે વી. આઇ. એ. ના પ્રમુખશ્રી કમલેશ પટેલ, દ. ગુ. વીજકંપની સુરતના એડીશનલ ચીફ એન્‍જીનીયરશ્રી એમ. જી. સુરતી, જી. આઇ. ડી. સી. વાપીના મુખ્‍ય ઇજનેરશ્રી બી. સી. વારલીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં વી. આઇ. એ. ના સદસ્‍યો, દ. ગુ. વીજકંપની વાપીના કાર્યપાલક ઇજનેર શ્રીમતી એન. પી. પટેલ અને શ્રીમતી સી. એસ.શેઠ તેમજ જી. આઇ. ડી. સી. વાપીના અધિકારીઓ અને કર્મચારીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.

Related posts

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah

રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે સ્‍પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતાઃ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવ માં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવીઉજવણી

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

vartmanpravah

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

Leave a Comment