Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

  • રૂા. 10 કરોડ અને 44 લાખના ખર્ચે જી. આઇ. ડી. સી. વાપી અને નગરપાલિકાના સંયુક્‍ત પ્રદાનથી તૈયાર થયેલા તેમજ વાપી નગરપાલિકાથી નેશનલ હાઇવેને જોડતા નવીનીકરણ કરેલા ફોર લેન રસ્‍તાને ખુલ્લો મૂકતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ

  • રાજ્‍યમાં સૌ પ્રથમ જીઓ ટેક્‍નોલોજીથી નિમાર્ણ પામેલ આ નવીનીકરણ થયેલ રસ્‍તો લાંબા સમય સુધી ટકશેઃ મંત્રી કનુભાઈ દેસાઈ

  • રૂા. 35 કરોડના ખર્ચે વાપી જી. આઈ. ડી. સી. અને વાપી નોટીફાઇડ ઓથોરિટીના સહયોગથી ગુંજન સર્કલ, વિશાલ મોલ સર્કલથી એન. આર. અગ્રવાલ સર્કલ થઈ કોહિનૂર જંક્‍શન સુધીના રોડને મોડલ રોડ તરીકે વિકસાવાશે


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27
વાપી નગરપાલિકાથી નેશનલ હાઇવે સુધી જોડતા રૂા. 10 કરોડ અને 44 લાખના ખર્ચે વાપી જી. આઇ. ડી. સી અને નગરપાલિકા વાપીના સંયુકત પ્રદાનથી નવીનકરણ થયેલા ફોર લેન રસ્‍તાને આજરોજ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશમીરાબેન શાહનીઉપસ્‍થિતિમાં ખુલ્લો મૂકયો હતો.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજય સરકાર દ્વારા સૌ પ્રથમવાર રાજયના જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં જીઓ ટેકનોલોજીથી તૈયાર થયેલા આ 1.2 કિ. મી. ના રસ્‍તો એવી રીતે બનાવવામાં આવ્‍યો છે કે, આ ટેકનોલોજીથી રસ્‍તાની મજબૂતાઇ વધશે અને સાથોસાથ આ રસ્‍તા પર ભારે વાહનો ચલાવવાથી પણ રસ્‍તાની લાઇફ ટકાઉ હોવાથી લાંબો સમય સુધી બગડશે નહિ. આ રસ્‍તો ફોર લેન થવાની સાથે સાથે આ રસ્‍તાની આજુબાજુ વૃક્ષારોપણ તેમજ રસ્‍તાના ડીવાઇડર ઉપર લાઇટો મૂકીને તેનું બ્‍યુટીફિકેશન પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.
મંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા ઔદ્યોગિક વિસ્‍તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આસીસ્‍ટન્‍ટ ફોર ઇન્‍ડ્રસ્‍ટ્રીયલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર(એ. આઇ. આઇ.) સ્‍કીમ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત રૂા. 35 કરોડના ખર્ચે વાપી જી. આઇ. ડી. સી. અને વાપી નોટીફાઇડ ઓથોરિટીના સહયોગથી ગુંજન સર્કલ, વિશાલ મોલ સર્કલથી એન. આર. અગ્રવાલ સર્કલ થઇ કોહિનૂર જંક્‍શન સુધીના રોડને મોડલ રોડ તરીકે વિકસાવી નોટીફાઇડના આ વિસ્‍તારને સુંદર, અને હરિયાળઇ બનાાવવા માટેનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે મુજબ પાર્કિગ સુવિધા, ટ્રાફિક સમસ્‍યાના નિવારણ સાથે ફોર લેન રોડ, વાઇફાઇ તથાવરસાદી ગટર, સ્‍ટ્રીટલાઇટ, સોલર પેનલ સાથે વૃક્ષારોપણ કરી નવીનીકરણ કરવામાં આવશે એમ જણાવ્‍યું હતું. આ ઉપરાંત નામધા ખાડીને ડી કરી તેના પર રૂા. 10 કરોડના ખર્ચે આર. સી. સી. બોક્ષ કલવટનું નિમાર્ણ કરી વાપી શહેરની પ્રજા માટે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવનાર હોવાનું આ તબક્કે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં વાપી જી. આઇ. ડી. સી. ના મુખ્‍ય ઇજનેરશ્રી બી. સી. વારલી, નોટીફાઇડ ઇજનેરશ્રી દેવેન્‍દ્રભાઇ સગર, વાપી નગરપાલિકાના સદસ્‍યો અને વી. આઇ. એ. ના પ્રમુખશ્રી કમલેશ પટેલ, માનદ મંત્રી સતીષ પટેલ અને વી. આઇ. એ. ની ટીમ તેમજ નગરજનો હાજર રહયા હતા.

Related posts

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

ભારત સરકારની હોમ અફેર્સ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

Leave a Comment