December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

દીવ જિલ્લા પંચાયતના ઈન્‍ચાર્જ અધ્‍યક્ષ લક્ષ્મીબેન મોહન તથા એ.ડી.એમ. વિવેક કુમાર સહિત અધિકારીઓ, જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચોની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : આજે દીવના સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગૃહ પ્રવેશની વિધિનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું બાંધકામ પૂર્ણ થતાં આજે દીવ જિલ્લા પંચાયતના ઈન્‍ચાર્જ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન તેમજ એ.ડી.એમ.શ્રી વિવેક કુમાર, વિકાસ ઘટક અધિકારી શ્રી ધર્મેશ દમણિયા, પંચાયતના વિસ્‍તરણ અધિકારી શ્રી રાણેશ બારિયા તથા જિલ્લા પંચાયતના સભ્‍યો, 7 ગ્રામ પંચાયતોના સરપંચો, પંચાયતના સભ્‍યો વગેરેની હાજરીમાં રિબિન કાપી બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથે લાભાર્થીઓને આનંદ-ઉલ્લાસ સાથે ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. બ્રાહ્મણોની વ્‍યવસ્‍થા સમસ્‍ત વાડી વિસ્‍તાર સમાજના પ્રમુખ શ્રી શંકરભાઈ બારિયા દ્વારા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને સરકાર તરફથી રૂા.2,40,000ની રાશી મળી હતી. જેમાં લાભાર્થીઓએ પોતાના પૈસાનો ઉપયોગ કરી ખુબ જ સુંદર અને રળિયામણાં ઘરનું નિર્માણ કર્યું હતું. લાભાર્થીઓનું પોતાના ઘરનું સ્‍વપ્‍ન હકીકત બની સાકાર થતાં તમામ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી આભાર પ્રગટ કર્યો હતો.

Related posts

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક માટે ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર સંદીપભાઈ બોરસાએ ભરેલું ઉમેદવારીપત્રક

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની સરકારી શાળાના શિક્ષકોને મળ્‍યું નવા ક્ષમતા નિર્માણના અવસરનું સામર્થ્‍ય શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોને લાઈફ સ્‍કિલ થ્રુ ફૂટબોલના માધ્‍યમથી જીવન કૌશલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment