Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વિવિધ એકમો પાસેથી રૂા.1 કરોડ 47 લાખ ચકાસણી મુદ્રાંકન ફી જમા કરાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ જિલ્લા કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એક્‍ટ-2009, ધી લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડિટીસ) રૂલ્‍સ 2011 અને ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્‍ફો) રૂલ્‍સ 2011 અન્‍વયે કુલ 10454 વિવિધ પ્રકારના એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 561 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.નિયમોનું ભંગ કરતી હાઈવેની 19 હોટલો, મહત્તમ વેચાણ કિંમત કરતા વધુ ભાવ લેવા બદલ અને નિયત જથ્‍થા કરતા ઓછુ આપતા 20 એકમો, પેકેજ કોમોડિટીઝ રૂલ્‍સ અન્‍વયે પેકેટ પર છેકછાક કરવુ અથવા સ્‍ટીકર મારવા સહિતના નિયમોનો ભંગ કરતા 60 એકમો, પી.સી.આર. રજિસ્‍ટ્રેશન કરાવવા વગરના 6 એકમો, સુપર સ્‍ટોર્સ/ મોલ – 6 એકમો, ઔદ્યોગિક એકમો 9, નિયત સમય મર્યાદામાં ફેર ચકાસણી મુદ્રાંકન કરાવ્‍યા વગરના પેટ્રોલપંપ 1, વે બ્રિજ 2 તથા વિવિધ પ્રકારના 402 એકમો સામે કાયદા/નિયમોના ભંગ બદલ પ્રોસિકયુશન કેસોની કાર્યવાહી કરી 6,87,950 દંડની વસૂલાત કરવામાં આવી છે. આ સિવાય વિવિધ એકમોના ચકાસણી મુદ્રાંકન કરી રૂા.1,47,25,545 સરકારી ફી જમા કરાવી છે.
કોઈ પણ વેપારી એકમો દ્વારા ઉત્‍પાદક દ્વારા દર્શાવેલી મહત્તમ વેચાણ કિંમત (એમ.આર.પી.) કરતા વધુ ભાવ લેવામાં આવે તો કચેરીના ઈ મેઈલ ર્ીણૂશ્રળ-રુશ્રફુક્‍યિંર્ષીર્શ્વીદ્દ.ંિંરુ.શઁ તથા કચેરીના ટેલિફોન નં. 02632-248764 ઉપર ફરિયાદ નોંધાવી શકાય છે. વેપારી એકમોએ તેઓના ઈલેકટ્રોનિક સ્‍કેલ, વે-બ્રિજ, માપવાના તથા તોલવાના સાધનો કાનુની માપ વિજ્ઞાન વિભાગના માન્‍ય દુરસ્‍તીકારો પાસે લાઈસન્‍સ નંબર વાળુ પાકુ બિલ લઈ રીપેરીંગ કરાવવુ, લાઈસન્‍સ વગરના વ્‍યક્‍તિઓ પાસે રિપેરીંગકામ નહીં કરાવવા વલસાડ-નવસારી-ડાંગ જિલ્લા કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

પારડીના ડુમલાવ ગામમાં ખુંખાર દિપડાના રાત્રે આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah

Leave a Comment