Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

  • એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં 6016 હાજર અને 148 ગેરહાજર

  • એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહમાં 5890 હાજર અને 96 ગેરહાજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: વલસાડ જિલ્લામાં ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ 10 (એસ.એસ.સી.) અને ધોરણ 12 (એચ.એસ.સી.) ની જાહેર પરીક્ષાઓનો વલસાડ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડના કંટ્રોલરૂમ તરફથી પ્રાપ્‍ત થયેલી માહિતી મુજબ આજે લેવાયેલી પરીક્ષાઓ પૈકી એસ.એસ.સી.ની આજની પરીક્ષા માટે નોંધાયેલા 13632 વિદ્યાર્થીઓ પૈકી 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. જે પૈકી ગુજરાતી માધ્‍યમમાં 11306, અંગ્રેજીમાં 1669, હિન્‍દીમાં 74, મરાઠીમાં 1 અને ઉર્દૂમાં 3 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આજની પરીક્ષા માટે એચ.એસ.સી. બોર્ડ વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં નોંધાયેલા 6164 વિદ્યાર્થીઓ પૈકી 6016 વિદ્યાર્થીઓ હાજર અને 148 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. આજના હાજર વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્‍યમના 3817, અંગ્રેજી માધ્‍યમના 2127, હિન્‍દીના 70 અને મરાઠીના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
જ્‍યારે એચ.એસ.સી. બોર્ડ સામાન્‍ય પ્રવાહની નામાંના મૂળતત્ત્વો વિષયની પરીક્ષામાં નોંધાયેલા 5986 વિદ્યાર્થીઓ પૈકી 5890 વિદ્યાર્થીઓ હાજર અને 96 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. આજના હાજર વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્‍યમના 2838, અંગ્રેજી માધ્‍યમના 2723, હિન્‍દીના 324 અને ઉર્દૂના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આજે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિનો એકપણ કેસ નોંધાયો ન હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

નવનિર્મિત વરકુંડ ગ્રામ પંચાયતના મકાનને નિહાળી પ્રશાસકશ્રીએ પ્રગટ કરેલી પ્રસન્નતા: પંચાયતના અંદર લાઈબ્રેરી સહિતની વ્‍યવસ્‍થાથી પણ પ્રભાવિત

vartmanpravah

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment