Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ગાંધી જયંતિના શુભ અવસર પર, હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં એક વિશાળ સફાઈ અભિયાનમાં ભાગ લઈને સ્‍વચ્‍છ ભારત મિશનમાં યોગદાન આપવા સક્રિય વલણ અપનાવ્‍યું હતું.
સ્‍વચ્‍છતા અભિયાનનો હેતુ માત્ર શહેરને સુંદર બનાવવાનો જ નથી પરંતુ સ્‍વચ્‍છ અને હરિયાળા પર્યાવરણના મહત્‍વ વિશે પણ જાગૃતિ લાવવાનો હતો.
કયોશી હાર્દિક જોષીએ તેમના વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવેલા સમર્પણ અને ભાવના પર ગર્વ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતુંકે, માર્શલ આર્ટ શિસ્‍ત, આદર અને જવાબદારી શીખવે છે. અમારા વિદ્યાર્થીઓ માત્ર કરાટેમાં જ કુશળ નથી પણ સમાજ પર સકારાત્‍મક અસર પણ કરે છે.
વાપીને સ્‍વચ્‍છ અને હરિયાળું રાખવા માટે હાર્દિક જોશીએ એમના હજારો વિદ્યાર્થીને તેમના આ પ્રયાસો સતત ચાલુ રાખવા માટે જણાવ્‍યું હતું.

Related posts

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમે વિવિધ 71 સ્‍થળેથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્‍પલ: ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્‍થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રી આરોગ્‍યને નુકસાનકારક (અનસેફ ફૂડ) તરીકે જાહેર

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment