(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: હવામાન ખાતાની આગાહી અનુસાર તા.07/06/2023 થી તા.11/06/2023 સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાને લઈ વલસાડ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જરૂરી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવે છે.
તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર કરેલી ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવી, ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવો, બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું. કેળ, પપૈયા તેમજ ટેકો આપવા લાયક ફળઝાડોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી તથા રાસાયણિક તેમજ સેન્દ્રીય ખાતરો કે હોર્મોંન્સનાછંટકાવ કરવા નહી. આ ઉપરાંત ખેડૂતોએ કળષિ વિજ્ઞાન કેંદ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કળષિ યુનિવર્સિટી દ્વારા જણાવેલા પગલા લેવા માટે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.