Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં થઈ રહેલ દેહવ્‍યાપારનો પર્દાફાશઃ ત્રણ મહિલા સહિત એક પુરૂષની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ પાતળિયા ફળીયા રોડ પર આવેલી પદ્માવતી વિહાર સોસાયટીના ગેટ પાસે આવેલ એક ઘરમાંથી પોલીસે દેહવ્‍યાપાર કરતા લોકોમાં ત્રણ મહિલા અને એક પુરુષને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના પાતળીયા ફળિયા રોડ પર આવેલ પદ્માવતી વિહાર સોસાયટીના ગેટ પાસે દિનેશભાઈ પટેલના ઘરમાં છેલ્લા એક મહિનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું સોસાયટીના લોકોના ધ્‍યાનમાં આવતા અને શનિ-રવિના દિવસોમાં નવી નવી ગાડીઓ અને અજાણ્‍યા લોકોના આટાફેરા વધતા અને મહિલાઓ પણ અલગ-અલગ આવતી હોવાનું ધ્‍યાને આવતા સ્‍થાનિક લોકોએ 112 નંબર પર ફોનકરી ફરિયાદ કરતા સાંજે ચાર વાગ્‍યાના સુમારે પોલીસની ટીમે રેડ પાડતા આ ઘરમાંથી ત્રણ મહિલા અને એક ભંગારનો ધંધો કરતો પુરુષ મળી આવ્‍યો હતો. જેઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મળેલ માહિતી અનુસાર આ મહિલાઓને બહારથી લાવવામાં આવતી હતી અને ગ્રાહકો પણ વધારે પડતા સેલવાસથી બહારના લોકો આવતા હતા.

Related posts

આવતીકાલથી વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની જાહેર પરિક્ષા ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ થશે

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે  ‘બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ”સ્પર્ધા યોજાઈ

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિતે જીત્‍યો કાંસ્‍ય પદક

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્‍ટની ફાળવણી

vartmanpravah

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah

Leave a Comment