Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ આયોજીત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં સામેલ થવા દમણના જનપ્રતિનિધિઓ રવાના

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચ મુકેશ ગાોસવી, સરપંચ શંકર પટેલ અને અન્‍ય સરપંચો તથા પંચાયતના સભ્‍યો અને કાઉન્‍સિલરોની ટીમ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ ગુજરાતના નર્મદા જિલ્લામાં પ્રવાસીઓમાં માટે બનેલ આકર્ષણનું કેન્‍દ્ર કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સહયાત્રા એટલે કે સમાવિષ્ટ સમળદ્ધિ અને સુરક્ષા તરફની યાત્રાના ભાગરૂપે, આજે દમણ જિલ્લાની સ્‍થાનિક સ્‍વરાજ સંસ્‍થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક ટીમ કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં હાજરી આપવા દમણથી રવાના થઈ હતી.
જેમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, સોમનાથ-એ જિલ્લા પંચાયત સભ્‍ય રીના હરીશ પટેલ, સોમનાથ-બી જિલ્લા પંચાયત સભ્‍ય વર્ષિકા પટેલ તેમજ જિલ્લા પંચાયતના અન્‍ય સભ્‍યો સહિત દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, સરપંચ શ્રી શંકરભાઈ પટેલ અને અન્‍ય સરપંચો અને પંચાયતના સભ્‍યોની ટીમ સહિત કાઉન્‍સિલરોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ક્ષમતા નિર્માણકાર્યશાળા હેઠળ તેમની કાર્યક્ષમતા વધુ મજબૂત બનાવવાની સાથે અનેક અનુભવો પણ પ્રાપ્ત થશે.

Related posts

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

સુરત-વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્‍માન યોજાયો, 137 પ્રતિભાનું સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવન ચેમ્‍પિયન જ્‍યારે કોસંબા ઇલેવન રનર્સઅપ 

vartmanpravah

વાપી ગ્રામ્‍ય બલીઠા, છરવાડા, છીરી અને ચણોદ ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ શરૂ

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

Leave a Comment