(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.29
દમણના આસિસ્ટન્ટ એક્સાઇઝ કમિશનર શ્રી મોહિત મિશ્રાએ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું હતું કે, મહાવીર જયંતિ નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 14મી એપ્રિલના રોજ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત સરકારના ગળહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને, દમણ આબકારી વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શ્રી મોહિત મિશ્રાએ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું હતું કે, દેશમાં મહાવીર જયંતિ 14 એપ્રિલે ઉજવવામાં આવશે. મહાવીર જયંતિ પર ડ્રાય ડે હોવાથી દેશભરમાં દુકાનો, બાર અને હોટલોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે.
આ ક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનની સૂચના અનુસાર, સંઘપ્રદેશમાં ડ્રાય ડે રહેશે.