Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય શાખા દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરાઈ

ઈ-મેઈલ અને સોશિયલ મીડિયા પરથી બોગસ તબીબોની માહિતી મળતા જિલ્લા આરોગ્‍ય તંત્ર એકશનમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ જિલ્લામાં હવે બોગસ ડોકટરોને પ્રેક્‍ટિસ કરવી ભારે પડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્‍વ હેઠળ જિલ્લામાં બોગસ તબીબોને નેસ્‍તનાબૂદ કરવા માટે ઝુંબેશરૂપે આરોગ્‍ય શાખા દ્વારા રોજે રોજ બોગસ ડોકટરો પર રેડ પડાઈ રહી છે.
વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે જાગૃત નાગરિક દ્વારા તા.18/07/2023નાં રોજ 4 બોગસ તબીબ અંગે માહિતી મળતા ગતરોજ તા.20/07/2023નાં રોજ કપરાડા તાલુકાનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર સિલ્‍ધા વિસ્‍તારમાં આવેલા બામણવાડા ગામમાં બિધ્‍યુત સરકારનાં ક્‍લિનિક પર કપરાડાના તાલુકા હેલ્‍થ ઓફિસર અને પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બોગસ તબીબ બિધ્‍યુત સરકાર માન્‍ય ડિગ્રી કે માન્‍ય દસ્‍તાવેજ વિના પ્રેક્‍ટિસ કરતાં જણાતા તેમના વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જ્‍યારે અન્‍ય 3 બોગસ ડૉકટરો દવાખાનું બંધ કરીજતાં રહ્યા હોવાથી સ્‍થળ પર મળી આવ્‍યા ન હતા. જેમની સામે તપાસ ચાલું છે.
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીને એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ડોકટર અંગેની માહિતી ઈ-મેઈલ દ્વારા મળતા તેમના માર્ગદર્શન હેઠળ વલસાડના તિથલ રોડ પર ક્‍લિનિક ચલાવતા બોગસ તબીબ પ્રમોદકુમાર સુરતી વિરૂધ્‍ધ તા.17/07/2023 નાં રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્‍યારબાદ તા.20/07/2023નાં રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સોશિયલ મીડિયાનાં માધ્‍યમથી માહિતી મળતા ધરમપુર તાલુકાનાં કાંગવી ગામ ખાતેથી પણ બોગસ ડોકટર બિશ્વાસ મિથુન રાજેન્‍દ્રનાથ સામે ફરિયાદ થઈ હતી. આ ત્રણેય બોગસ તબીબો સામે ધી ગુજરાત મેડિકલ પ્રેકટીશનર 1963ની કલમ 30, 35 તથા ઈ.પી.કો.-336 હેઠળ તથા ધી ઈન્‍ડિયન મેડિકલ કાઉન્‍સીલ એકટનાં સેકશન 15, ઈ.પી.કો.ની કલમ 420, 467, 468 અને 471 હેઠળ ગુનો નોંધી તેઓ વિરૂધ્‍ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્‍ય શાખા બોગસ ડૉકટરો સામે કાર્યવાહી કરવા તત્‍પર છે. જો આપના વિસ્‍તારમાં બોગસ ડોકટર પ્રેક્‍ટિસ કરતાં જણાઈ તો જિલ્લાનાં કંટ્રોલ રૂમ નં. 02632 – 253381 પર સંપર્ક કરી માહિતી આપવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીએ જાહેરજનતાને અનુરોધ કર્યો છે.

આજ દિન સુધી 24 બોગસ તબીબો સામે એફઆઈઆર થઈઃ સૌથી વધુ વાપીમાં

વર્ષ 2021થી આજ દિન સુધી વલસાડ જિલ્લામાં કુલ 24 બોગસ ડૉકટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં વલસાડ તાલુકામાં 1, વાપી તાલુકામાં 11, ઉંમરગામ તાલુકામાં 3, ધરમપુર તાલુકામાં 4 અને કપરાડા તાલુકામાં 5 બોગસ ડોકટર વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૌથી વધુ વાપી તાલુકામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્‍યમાં અધિકળત રીતે ડૉકટરની પ્રેક્‍ટિસ કરવા માટે ગુજરાત રાજ્‍ય મેડિકલ કાઉન્‍સિલનું રજીસ્‍ટ્રેશન હોવું ફરજીયાત છે.

Related posts

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

ગુજરાતની ચૂંટણીમાં ઘૂસાડવા માટે બનાવાયેલ 8 કરોડની નકલી નોટ પાલઘરમાં ઝડપાઈ

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા રથને રવાના કરાયો

vartmanpravah

Leave a Comment