Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.રર
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને સક્ષમ માર્ગદર્શનમાં પ્રશાસનના જીએસટી વિભાગ દ્વારા નાની દમણના આટિયાવાડ પંચાયતમાં જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કેમ્‍પમાં જીએસટી વિભાગના અધિકારીઓએ ગ્રામ્‍ય અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયાની વિસ્‍તારથી જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દમણની તમામ પંચાયતોમાં 30 એપ્રિલ, ર0રર સુધી આ પ્રકારના રજીસ્‍ટ્રેશન કેમ્‍પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્‍પમાં ગ્રામ પંચાયતના લોકોને સહજતાથી જીએસટી રજીસ્‍ટ્રેશન અને તેને સંબંધિત ફાયદાઓ અંગે વિસ્‍તારથી માહિતી આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, વસ્‍તુ અથવા સેવા કર વિભાગ, દમણ દ્વારા 25થી 30 એપ્રિલ સુધી જીએસટી રજીસ્‍ટ્રેશન સપ્તાહનું ઉજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટીના ફાયદા તથા તેની સરળ પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી આપવામાં આવશે. સાથે સાથે જીએસટી રજીસ્‍ટ્રેશન માટેની જરૂરી સહાયતા પણ પ્રદાનકરવામાં આવશે.
આ કેમ્‍પમાં જીએસટી અને વેટ વિભાગના અધિકારી, ઉદ્યોગ જગતના વેપારી, ઉદ્યમી, ગ્રામીણ અને સ્‍થાનિક જનપ્રતિનિધિ વિભાગના અન્‍ય જીએસટી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તા.25/04/2022ના રોજ મરવડ પંચાયતમાં જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હોવાનું જીએસટી વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ડોકમરડી સરકારી શાળાની જગ્‍યા બદલવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

vartmanpravah

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment