Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી, વાસદ ખાતે તારીખ 21/09/2022 ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈન્‍ટર કોલેજ ટેબલટેનિસ વુમન ટુર્નામેન્‍ટ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીનીઓની ટીમ રનર્સઅપ થઈ સિલ્‍વર મેડલ મેળવ્‍યા.
જેમાં સિલ્‍વર મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં પલક એ ટેલર, માનસી એન રોહિત, જેસીકા એસ. રાણા અને ત્‍વિષા એમ. બહાલીવાલાએ સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી કોલેજ અને સંસ્‍થાના નામમાં વધારો કર્યો છે જે ગૌરવવંતી બાબત છે. આ તમામ વિદ્યાર્થીઓને કોલેજના ફીઝીકલ ઇન્‍સ્‍ટ્રકટર શ્રી પ્રિયંક પટેલે રમતની તાલીમ આપી હતી અને કોલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શિવાની જીતેન્‍દ્ર ગાંધીએ વિદ્યાર્થીનીઓની ટીમનું નેતૃત્‍વ કર્યું હતું. આ સ્‍પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્‍પોર્ટ્‍સ ડાયરેક્‍ટર ડો.આકાશ ગોહિલ સર દ્વારા આપવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીનીઓની આ સફળતા બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફેસૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઈકોનિક વીકની કરાયેલી ઉજવણીઃ બેંકના લોકાભિમુખ વહીવટની બતાવેલી ઝાંખી

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

Leave a Comment