October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વોત્તર ભારતના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્‍ય વિજય

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં ભાજપાએ ફટાકડા ફોડી મિઠાઈ વહેંચી કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02: પૂર્વોત્તરના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા, જેમાં ભાજપનો વિજય થયો છે. આ જીતની ઉજવણી માટે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે ઉજવણી કરી હતી. જેમાં ફટાકડા ફોડયા હતા અને મિઠાઈઓ વહેંચીને ભાજપીઓએ એકબીજાને અભિનંદન આપ્‍યા હતા.
જ્‍યારે દાનહમાં સેલવાસ શહેર ભાજપ કાર્યાલય અટલ ભવનના પટાગણમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની ઉપસ્‍થિતિમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને મિઠાઈઓ વહેંચી હતી.
આ વિજયોત્‍સવ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ જણાવ્‍યું હતું કે, એક એવો સમય હતો જ્‍યારે પૂર્વોત્તર ભારતના રાજ્‍યોમાં ભાજપને એક પણ બેઠક મળતી ન હતી, પરંતુ હવે ત્‍યાંની જનતાએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂક્‍યો છે અને ઉત્તર-પૂર્વમાં 2014થી ભાજપની કેન્‍દ્ર સરકારે વિકાસની ગંગા વહાવી છે અને તેના કારણે જ આજે ભાજપ જીત થઈ રહી છે. પૂર્વોત્તર રાજ્‍યોનાવિધાનીસભાની ચૂંટણીમાં ભાજપના થયેલા ભવ્‍ય વિજય બદલ સંઘપ્રદેશ દમણ ભાજપ વતી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા તેમજ ગૃહમંત્રી શ્રી અમિત શાહને અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.
દમણ ખાતે કરાયેલ વિજયોત્‍સવમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી પીયુષ પટેલ, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા પ્રમુખ શ્રી હરીશભાઈ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત મોટી સંખ્‍યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ?

vartmanpravah

રાનવેરીખુર્દના એપ્રિલમાં ગુમ થયેલા નિવૃત્ત બેન્‍ક મેનેજરને પોલીસે સોશિયલ મીડિયાની મદદથી ઉત્તર પ્રદેશથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment