September 11, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

  • શ્રી માછી મહાજન બી.એડ. કોલેજમાં ‘‘ ફ્રી ડ્રાઈવિંગટ્રેઈનીંગ ટુ ગર્લ્‍સ’ નો કાર્યક્રમ યોજાયો

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશની મહિલા શક્‍તિ કોઈ ક્ષેત્રમાં પણ પાછળ નહી રહે એવી શુભ નિષ્‍ઠા સાથે કન્‍યાઓને ડ્રાઈવીંગની મફત તાલીમ આપવાના કાર્યક્રમનો થયેલો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
દાદરા નગર હવેલી અને દમણ અને દીવ સંઘપ્રદેશના પ્રશાસક કન્‍યા કેળવણી અને કન્‍યાઓ આત્‍મનિર્ભર બને એ માટે હરહંમેશ પ્રયત્‍નશીલ અને સંવેદનશીલ રહે છે તેમના કાર્યકાળમાં સંઘપ્રદેશ વિકાસના પંથે સતત વિકસીત થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારતના પ્રયોગના પ્રયાસને સાર્થક કરવાની નેમ સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શક હેઠળ ટ્રાન્‍સપોર્ટ ડિપાર્ટમેન્‍ટ દમણ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ અને દીવના ઉચ્‍ચ શિક્ષણ સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ‘‘ફ્રી ડ્રાઈવિંગ ટ્રેઈનીંગ ટુ ગર્લ્‍સ” હેઠળ શ્રી માછી મહાજન એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત બી.એડ કોલેજમાં અભ્‍યાસ કરતી દમણ અને દીવ નિવાસી કન્‍યાઓ માટે ફ્રી ઓફ ચાર્જ, ડ્રાઈવિંગ ટ્રેઈનીંગ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કન્‍યાઓને લાઇસન્‍સ માટેની પરીક્ષા માટેની તાલીમ આપવામાં આવી અને બી.એડ કોલેજના કેમ્‍પસમાં જ ટ્રાન્‍સપોર્ટડિપાર્ટમેન્‍ટ દમણની ટીમ દ્વારા લર્નિંગ ડ્રાઈવિંગ લાઇસન્‍સ માટે ફ્રી ઓફ ચાર્જ પરીક્ષા લેવામાં આવી તથા બી.એડ. કોલેજની કન્‍યાઓને ફ્રી ડ્રાઇવિંગ માટેના શેડ્‍યુલનું આયોજન થયું હતું.
‘‘ફ્રી ટ્રેઈનીંગ ટુ ગર્લ્‍સ”ના ટ્રાન્‍સપોર્ટ ડીપાર્ટમેન્‍ટ દમણના આ કાર્યને શ્રી માછી મહાજન એજ્‍યુકેશન સોસાયટીના ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રી, વાઈસ ચેરમેનશ્રી, સભ્‍યશ્રીઓ, બી.એડ.કોલેજના આચાર્યશ્રી અને સ્‍ટાફ મિત્રોએ હદયના ઉમળકાથી આવકાર્યા તથા શ્રી માછી મહાજન એજ્‍યુકેશન સોસાયટીએ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયેલ ઉમદા અને નવતર કાર્યક્રમને બિરદાવ્‍યું હતું.
કન્‍યાઓ આત્‍મનિર્ભર, સ્‍વમાન સાથે અને આત્‍મવિશ્વાસથી સમાજમાં પોતાનું આગવું સ્‍થાન નક્કી કરે અને સમાજમાંસ્ત્રી સશક્‍તિકરણ સ્‍વરૂપે પોતાનું યોગદાન આપે એ હેતુ સાથે થયેલ આ ઉમદા કાર્યની કન્‍યાઓ અને એમના વાલીશ્રીઓ અને એજ્‍યુકેશન સોસાયટીએ સરાહના કરી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

vartmanpravah

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

Leave a Comment