June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં જાહેર સભા તથા રેલી યોજાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.28
પારડી તાલુકાના ગોયમાં ખાતે બની રહેલ પાવર સબ સ્‍ટેશનનો છેલ્લા કેટલાક સમયથી સ્‍થાનિકો તથા આજુબાજુના લોકો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ પ્રોજેકટને લઈ 20 જેટલા ગામોના આદિવાસીની જમીન, હજારો ફળાવ ઝાડો, બાગાયતી ખેતીના નુકસાન ને લાખો-કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. જેને લઈ આજરોજ આદિવાસી સમાજનું પારડી ખાતે આ મુદ્દે હલ્લાબોલ જાહેર સભા અને વિરોધ પ્રદર્શન રેલી યોજાય હતી. જેમાં વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ અને આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
શરૂઆતમાં આ મુદ્દે પારડી ચાર રસ્‍તા ખાતે આદિવાસી સમાજની આ પાવર સબ સ્‍ટેશન પ્રોજેક્‍ટના વિરોધમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં ધારાસભ્‍ય અનંત પટેલ તથા અન્‍ય કોંગ્રેસી અને આદિવાસી સમાજના અગ્રણીઓએ સભાને સંબોધી રોષપૂર્વક પાવર સબસ્‍ટેશનનો વિરોધ કર્યો હતો. અને કોઈપણ ભોગે કોઈ પાવર સ્‍ટેશન શરૂ નહીં કરવા દઈએ તેવી પણ ચીમકી ઉચ્‍ચારી હતી. તેમછતાં પણ જો પાવર સ્‍ટેશન લાવવાના પ્રયાસો કરવામાં આવશે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે. તેવો નિર્ધાર વ્‍યક્‍ત કર્યો હતો. સરકાર દ્વારા આ પ્રોજેક્‍ટને સ્‍થગિત નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સમગ્ર આદિવાસી સમાજ ધરણા, હાઈવે ચક્કજામ તથા ગોઈમાથી ગાંધીનગર સુધી કૂચ કરશે ની ચીમકી ઉચ્‍ચારી હતી. ત્‍યારબાદ ખૂબ મોટી સંખ્‍યામાં વિવિધ બેનરો તથા સૂત્રચારો સાથે પારડી ચાર રસ્‍તાથી ખૂબ મોટી સંખ્‍યામાં વિવિધ ગામોના આદિવાસી ભાઈ-બહેનો જોડાઈ પારડી મામલતદારને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્‍યું હતું.
આ રેલી તથા જાહેર સભામાં વાંસદાના ધારાસભ્‍ય અંનતભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ પટેલ, રૂઢી ગ્રામસભા અધ્‍યક્ષ રમેશભાઈ પટેલ, ધરમપુર પંચયાત સદસ્‍ય કલ્‍પેશ પટેલ, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલ, પારડી તાલુકા પ્રમુખ મેહુલ વશી, પારડી તાલુકા આદિવાસી સમાજના કપિલ હળપતિ, ગોઈમા અસરગ્રસ્‍તોના આગેવાન જયંતીલાલ કલ્‍યાણભાઈ પટેલ, ડુમલાવ-આદિવાસી આગેવાન મુકેશભાઈ પટેલ, સંગીતાબેન પટેલ, જ્‍યોતિબેન પટેલ વગેરે આગેવાનો સહિત મોટી સંખ્‍યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહી આજની જાહેર સભા તથા રેલી સફળ બનાવી હતી.
પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. મયુર પટેલ અનેતેમના મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટાફે પણ ભારે જહેમતની સાથે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી શાંતિ પૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થાય તેની કાળજી લીઘી હતી.

Related posts

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત અભિયાન’ની પ્રેરણા: ‘સ્‍વચ્‍છતા – નોટ બાય હેન્‍ડ્‍સ, બાય લેગ’ પ્રોજેક્‍ટ જાહેર શૌચાલયોમાં સ્‍વચ્‍છતાના સમીકરણો બદલશે

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment