June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડી

વલસાડથી 40 ગામોને જોડતો ઔરંગા નદી પુલ અવર જવર માટે બંધ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04V વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલ બેસુમાર વલસાડથી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવી ચૂક્‍યા છે. જાહેરજનજીવન અને અવર જવર અતિ પ્રભાવિત બની ચૂકી છે. વરસાદે માજા મુકી દેતા જ્‍યાં જુઓ ત્‍યાં માનવી લાચાર બની ચૂક્‍યો છે. જિલ્લામાં સિઝનનો એવરેજ વરસાદ 75 ઈંચ જેટલો પડી ચૂક્‍યો છે.
વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર હવે આફત બની ચૂકી છે. જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન અને માન નદીઓ બે કાંઠે વહી રહી છે. ઘોડાપુરની સ્‍થિતિ સર્જાઈ છે. તમામ નદીઓ ઉપર નાના મોટા પુલ તેમજ અને કોઝવે બંધાયેલા છે. આ તમામ પુલ, કોઝવે ડૂબી ગયા હોવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. લોકોનો ધંધો રોજગાર વરસાદે ઠપ્‍પ કરી દીધો છે. તેથી વરસાદ વરદાનની જગ્‍યાએ આફતરૂપ બની ગયો છે. વલસાડ શહેરની હાલત વધુ કફોડી બની ચૂકી છે. કૈલાસ રોડ ઉપર આવેલ ઔરંગા નદી ભયજનક સપાટી વટાવતા પ્રશાસન દ્વારા અવર જવર માટે બંધ કરી દેવાયો છે. ઔરંગા નદી પરના પુલની પ્રત્‍યેક ચોમાસામાં આ સ્‍થિતિ ઉભી થઈ છે. પણ પ્રશાસન, એમ.એલ.એ., એમ.પી. અને રાજકારણીઓના પેટનું પાણી હાલતું નથી. ઔરંગા નદી પુલથી ખેરગામ તરફના 40 જેટલા ગામોની અવરજવર અટકી પડી છે. 15 થી 20 કિ.મી.નો ચકરાવો લોકોને મારવો પડે છે. આ વર્ષે અષાઢમાં બારે મેઘ ખાંગા થઈ ચૂક્‍યા છે. વધુ વરસાદથી ખેતીવાડી પણ પ્રભાવિત થઈ ચૂકી છે. છેલ્લા ત્રણ દિવસમાં અતિથી અતિ ભારે વરસાદ જિલ્લામાં વરસ્‍યો છે અને આજે રવિવારે પણ ચાલું જ છે.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

સંઘપ્રદેશે સીડીએસ-બિપીન રાવત, તેમના ધર્મપત્‍ની અને 11 આર્મી પર્સોનલના આકસ્‍મિકમોત બદલ પાઠવી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment