October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે દીવ ન.પા.ને જીતવા શરૂ કરેલા તેજ પ્રયાસો:  ન.પા.ના તમામ 13 વોર્ડના કાર્યકર્તાઓ સાથે યોજેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.05
આવનારી નગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરીદીધી છે. એ સાથે પ્રદેશ પ્રભારી તેમજ પ્રદેશ પ્રમુખે દીવના 13 વોર્ડના કાર્યકર્તાઓની બેઠક લીધી હતી.
દાનહ તેમજ દમણ-દીવના દીવ ખાતે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે જેને લઈ ભાજપે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, સંગઠન મંત્રી શ્રી વિવેક ધાડકર, પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ ઉપપ્રમુખ કીર્તિ વાજા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી બી.એમ.માછી પ્રદેશ જનરલ સેક્રેટરી શ્રી જીજ્ઞેશ પટેલ તેમજ દીવ જિલ્લા પ્રમુખ શ્રી બીપીનભાઈ શાહની ઉપસ્‍થિતિમાં દીવના 13 વોર્ડના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આવનારી દીવ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડાશે, પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં પોષણ અભિયાન, બેટી બચાવ બેટી પઢાવ, એ સાથે પર્યટન ક્ષેત્રે પણ દીવે મોટી હરણફાળ ભરી છે.
આજે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પોતાની ઓળખ ઉભી કરી છે તથા આરોગ્‍ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક મોટા કામો થયા છે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો મુદ્દો વિકાસનો રહેશે, પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકરે કાર્યકર્તાઓની બેઠક યોજી એમનામાં જોશ ભરવાનું કામ કીધું છે દરેક વોર્ડમાં પાર્ટી મિટિંગમાં મોટી સંખ્‍યામાંઆગેવાનો જોડાયા હતા.દીવની આવનારી ચૂંટણીને લઈ ભાજપે તૈયારી શરુ કરી દીધી છે.

Related posts

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્‍સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કાળઝાળ ગરમીથી પશુ-પક્ષી, જાનવરોની દયનીય સ્‍થિતિ : મુક જીવો બેહાલી ભોગવી રહ્યા છે

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

vartmanpravah

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment