June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

15મી ઓક્‍ટોબરથી 16 ડિસેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સમુહ સફાઈની ચાલી રહેલી ઝુંબેશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: સરકારના સ્‍વચ્‍છ ભારત મિશન હેઠળ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ હાલમાં ચાલી રહેલ છે. જે અંતર્ગત સરકારની સૂચના મુજબ ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને સુરત ઝોનના પ્રાદેશિક કમિ‘રશ્રી ડૉ.ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન મુજન તા.25-11-2023 ને શનિવાર અને તા.26-11-2023ને રવિવારના રોજ વાપીના મુખ્‍ય બે રોડ કોપરલી રોડ અને આસોપાલવ સોસાયટીની છરવાડા રોડની સાફ સફાઈ કરવાની કામગીરી ખાસ ઝુંબેશના રૂપમાં કરવામાં આવેલ. જેમાં જેમાં મુખ્‍ય રોડને સ્‍વચ્‍છ અને ડસ્‍ટફી કરવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં વાપી નગરપાલિકાના પ્રમુખ કશ્‍મીરા હેમલ શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ તથા પ્રાદેશિક કમિ‘ર નગરપાલિકાઓની કચેરી સુરતના અધિક કલેક્‍ટર વિનેશ બગુલ, ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલના નેતૃત્‍વમાં કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં નગરપાલિકાના તમામ ચેરમેનો તથા સભ્‍યો, વાપી નગરપાલિકાના તમામ કર્મચારીઓ તથા વાપી શહેર ભાજપના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી શ્રી શીલપેશભાઈ તથા સંગઠનના કાર્યકર્તા તથા રોફેલ કોલેજ ના એનસીસીના વિદ્યાર્થીઓ તથા જાહેર નાગરિકોએ ભાગ લઈ કાર્યક્રમને સુંદર બનાવવામાં આવેલ હતો અને સ્‍વચ્‍છતા હી સેવા ના મંત્રને સાકાર કર્યો હતો.

Related posts

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

vartmanpravah

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરિયાદ કે માહિતી મેળવવા માટે હેલ્‍પલાઈન નંબર કાર્યરત

vartmanpravah

Leave a Comment