(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: કરમબેલી-ભિલાડ સ્ટેશન વચ્ચે આરઓબી બાંધકામ અર્થે વેસ્ટર્ન રેલવેએ બે કલાકનો બ્લોક જાહેર કર્યો છે તેથી કેટલીક પ્રભાવિત છે.
તા.23મી સપ્ટેમ્બર 11.45 થી 13.45 દરમિયાન આરઓબી બાંધકામ અંગે ગડર લોન્ચ કરવાની કામગીરી આધિન બે કલાક ટ્રેન બ્લોક જાહેર કરાયેલ હોવાથી કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર થશે. તેમજ રૂટ પણ બદલાશે. જેમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1.25 કલાકે રેગ્યુલેટ કરાશે. ગુજરાત એક્સપ્રેસ 1.10 કલાકે રેગ્યુલેટ કરાશે. પヘમિ એક્સપ્રેસ 1.40 કલાકે રેગ્યુલેટ કરાશે. નિજામુદ્દિન 1.10 કલાકથી નિયંત્રિત કરાશે. હમસફર 0.25 કલાકે, બાન્દ્રા ટર્મિનસ વાપી ભિલાડ ખાતે ટૂંકાશે, ભિલાડથી ઉપડશે વાપી-વિરાર ટૂંકી થઈને ભિલાડથી ઉપડશે. ઉમરગામ-વલસાડ ટૂંકાશે, વાપીથી ઉપડશે તે અનુસાર મુસાફરોએ નોંધ લેવા રેલવે તરફથીજાહેર જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરે પ્રેસ સુચી દ્વારા જણાવેલ છે.