April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ ભાજપ કાર્યાલયમાં કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનું દબદબાભેર કરાયેલું અભિવાદન: સંઘપ્રદેશમાં ઔદ્યોગિક રોકાણવધારવા પ્રયાસ કરવા મંત્રીશ્રીએ આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પિયુષ ગોયલ(મંત્રી શ્રી કાપડ, ઉદ્યોગ, વાણિજ્‍ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી) આજે દમણની મુલાકાતે આવ્‍યા હતા. સૌપ્રથમ તેમણે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ કાર્યાલય નાની દમણની મુલાકાત લીધી હતી. ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ અને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે મંત્રી શ્રી પિયુષ ગોયલનું ઉષ્‍માભર્યુ સ્‍વાગત કર્યુ હતું. પ્રદેશ કાયાલય ખાતે ઉપસ્‍થિત પ્રદેશના પદાધિકારીઓ અને અન્‍ય કાર્યકર્તાઓની એક સામાન્‍ય પરિચય બેઠક બાદ કાર્યાલયની બહાર લગાવેલા પંડાલમાં ઉપસ્‍થિત રહી મંત્રીશ્રી કાર્યક્રમમાં સામેલ થયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભાજપના તમામ મોરચાની ટીમ અને અન્‍ય કાર્યકર્તાઓ દ્વારા મંત્રીશ્રીને પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશ ટંડેલે તેમના સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને આપના નેતૃત્‍વમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના સમગ્ર દેશમાં સફળતાપૂર્વક ચાલી રહી છે, આપણા આ નાના પ્રદેશમાં પણ આ ગરીબલક્ષી યોજનામાં 2,70,00થી વધુ લાભાર્થીઓ છે.કોરોનાના કપરા સમયમાં પણ આ યોજનાના ગરીબના ઘરમાં ચૂલાઓ ચાલુ રહ્યા હતા.
આપણા પ્રદેશમાં હજારો નાના-મોટા ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે. કેન્‍દ્ર સરકારની નીતિઓથી એક સુરક્ષિત વાતાવરણ મળ્‍યું છે. એક સમય હતો જ્‍યારે ટેક્‍સ હોલી ડેના કારણે અહી ઉદ્યોગો સ્‍થપાતા હતા, પરંતુ આજે પણ તેઓને અહી પોતાપણાનો અનુભવ થાય છે. કેન્‍દ્ર સરકારની નીતિઓના કારણે અહી સુરક્ષિત પર્યાવરણની અનુભૂતિ કરીએ છીએ.
કેન્‍દ્રની મોદી સરકારની ઘણી યોજનાઓ પ્રદેશમાં જમીની સ્‍તરે 100 ટકા અમલમાં મૂકવામાં આવી છે, જે માટે તેમણે વડાપ્રધાનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આજની આ મુલાકાતથી ઉદ્યોગોને વેગ મળશે, અહીં રોજગારનું સૌથી મોટું માધ્‍યમ બનશે એવો આશાવાદ પણ શ્રી દીપેશ ટંડેલે વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દમણમાં વર્ષોથી લાખો લોકો સ્‍થાયી થયા છે. અને ઘણા નોકરી ધંધા માટે દરરોજ અપડાઉન કરે છે આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સમય કાઢીને કાર્યક્રમમાં હાજર રહેવા બદલ હું તમારો આભાર વ્‍યક્‍ત કરું છું.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે તેમના સ્‍વાગત વક્‍તવ્‍યમાં શ્રી પિયુષ ગોયલનું સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે, શ્રી પિયુષ ગોયલ સંસદના મારા સાથી છે અને મારા સારામિત્ર પણ છે. હું તેમનું હાર્દિક સ્‍વાગત કરું છું. શ્રી લાલુભાઈ પટેલે આશા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે આપના આગમનથી ઉદ્યોગોમાં રોકાણ વધે તે માટેની સરળ પોલીસી આપના માધ્‍યમથી અમોની મળશે.
મંત્રી શ્રી પિયુષ ગોયલએ તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, આજે હું દમણમાં આવીને ખુશ છું અને આટલી મોટી સંખ્‍યામાં હાજરી જોતા હું વિચારવા માટે મજબૂર થઈ ગયો કે અહી ભાજપ બહુ મજબૂત છે.
મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના એક સંવેદનશીલ પ્રધાનમંત્રીનું રૂપ આપણા બધાને માર્ગદર્શન અને આર્શીવાદના રૂપમાં મળતું રહે છે. છેલ્લા રપ મહિનાથી દેશભરમાં 80 કરોડ લોકોને ગરીબ કલ્‍યાણ યોજના હેઠળ મફત રાશન આપવામાં આવી રહ્યું છે. જેના માટે સાડા ત્રણ લાખ કરોડનો ખર્ચો થયો છે. તેમ છતાં વડાપ્રધાનની સંવેદનશીલતાને કારણે આ યોજના હજુ પણ ચાલુ છે. હું આજે અહીં આવ્‍યો છું, હું પ્રશાસસના લોકો સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું, હું તમારા રાજ્‍યમાંથી આ યોજનાની વિગતવાર માહિતી લેવાનો છું અને કારણ કે હું ઉદ્યોગ પ્રધાન પણ છું, હું સુનિヘતિ કરીશ કે,આ નાનકડા રોકાણ વધે અને હાલમાં અહીની જમીનની ઉપલબ્‍ધિ ઘણી ઓછી છે તેમ છતાં અમે ઓછી જગ્‍યામાં વધુ રોકાણકરવાનો પ્રયાસ કરીશું.
મંત્રીશ્રી પિયુષ ગોયલના હસ્‍તે ગરીબ કલ્‍યાણ યોજનના લાભાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, દમણ-દીવ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવીન રમણભાઈ પટેલ, સેલવાસ નગર પાલિકા પ્રમુખ શ્રી રાકેશ સિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી ભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

વલસાડનાં નામાંકિત ડો.કાંતિભાઈ પટેલને બેસ્‍ટ પેપર પ્રાઈઝ એવોર્ડ એનાયત થયો

vartmanpravah

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

vartmanpravah

Leave a Comment