September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

આ વર્ષે વરસાદ ભૂક્કા કાઢી નાખશે ટીટોડીએ મૂકેલાં ઈંડા પરથી ખેડૂતોએ કરી આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.18
લોકવાયકા મુજબ ટીટોડી ઈંંડા મુકે એટલે ચોમાસું નજીક આવે અને સારું જાઈ એવું કહેવાય છે ત્‍યારે ચીખલી તાલુકાના સાદકપોર ગામે એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલના ખેતરની બાજુમાં ટીટોડીના ચાર ઇંડા જોવા મળ્‍યા હતા. ટીટોડી વિશે એવું માનવામાં આવે છે કે તે તીવ્ર જ્ઞાનેન્‍દ્રિય ધરાવે છે અને માદા ટીટોડી જે પ્રમાણે ઈંડા મૂકે તેના પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસુ ખૂબ સારું જવાનું અનુમાન કરાઈ છે જ્‍યારે એક જૂની માન્‍યતા અનુસાર ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્‍યમ વરસાદ પડે છે અને 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું રહે છે.
લોકવાયકા અનુસાર ટીટોડી 5 ઈંડા મૂકે તો અતિવળષ્ટિનું અનુમાન માનવામાં આવે છે જ્‍યારે ટીટોડી ચાર ઈંડા મુક્‍તિ હોઈ છે આ ચાર ઈંડા પરથી એક ઈંડા આધારે એક મહિનો એમ ચાર મહિના જુન, જુલાઈ,ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે.

Related posts

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાની સાગરખેડૂ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે

vartmanpravah

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયા

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

Leave a Comment